SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શત્રુંજય ગિરિરાજ દઈન મુખ્ય મદિરના તારણુ દ્વાર આગળ શ્રીમાલચંદ્ર મુનિની દેખરેખ નીચે ઉત્તમ કારીગરો મૂર્તિને ઘડવા લાગ્યા. ઘેાડા ટાઈમમાં સુંદર મૂર્તિ તૈયાર થઈ ગઈ એટલે મૂર્તિ અંદરના ભાગમાં મુખ્ય સ્થાને લાવવામાં આવી. એક બાજુ મૂર્તિ ઘડાતી હતી. અને બીજી બાજુ મદિરાના જીર્ણોદ્ધારનું કામ ચાલતુ હતું. તથા નવા દેશ બનતાં હતાં. મુખ્ય મંદિરની આજુબાજુમાં શ્રીઅષ્ટાપદજીનું મંદિર, વીસવિહરમાન મંદિર તથા બીજા કેટલાંય મંદિર માત્ર બે વરસમાં તૈયાર થઈ ગયાં. સમરાશાને ખબર માકલવામાં આવ્યા કે, ‘જીર્ણોદ્ધાર પુરા થઈ ગયા છે.’ સમરાશાને આ ખબર મળતાં પેાતાના પિતા દેશળશા સાથે ગુરુમહારાજ શ્રીસિસૈનસૂરિજી મહારાજ પાસે ગયા અને વિનંતિ કરી કે ‘શ્રીસિદ્ધાચલજીના છાઁદ્વાર પૂર્ણ થઈ ગયા છે. હવે પ્રતિષ્ઠાના દિવસ નક્કી કરી આપે। અને આપ સંઘમાં પધારી અંજન શલાખા તથા પ્રતિષ્ઠા કરાવા.’ સારા સારા જ્યેાતિવિંદા ખેલાવીને આચાર્ય ભગવંતે પ્રતિષ્ઠા માટે વિક્રમ સંવત ૧૩૭૧ મહા સુદ-૧૪ સામવાર પુષ્પ નક્ષત્રના દિવસ અને સંઘના પ્રયાણ માટે પેાષ સુદ–૮ને દિવસ નક્કી કરી આપ્યા. સ્થાનિક સંધ એકઠા કરી સંઘ કાઢવાની રજા લઈ, ગામેગામ-શહેર શહેરમાં સઘેાને તથા આચાર્યાદિ મુનિવરોને સંઘમાં પધારવા માટેના આમંત્રણ મોકલવામાં આવ્યાં. પ્રયાણના દિવસ નજીક આવતાં પહેલાં સૌ આવી પહેાંચ્યા. પોષ સુદ–૮ના દિવસે શ્રીસંઘે પાટણથી પ્રયાણ કર્યુ ત્યારે સંઘમાં સૌથી અગ્રેસરે પૂ. આચાર્ય શ્રીસિદ્ધસેનસૂરીશ્વરજી મહારાજ હતા બીજા ગચ્છાના પણ આચાર્ય મ. હતા. જેવાકે બૃહત્તપાગચ્છના શ્રીરત્નાકરસૂરિજી, દેવસુરગચ્છના શ્રીપદ્માચાર્યજી ખરતરગચ્છના શ્રીસુમતિચદ્રાચાર્ય જી, ભાવડાગચ્છના શ્રીવીરસૂરિજી, સ્થારાપદ્ર ગચ્છના શ્રીસ દેવસૂરિજી, બ્રહ્માણુગચ્છના શ્રીજગતસૂરિજી, નિવૃત્તિગચ્છના શ્રીઆમ્રદેવસૂરિજી, નાણુકગચ્છના શ્રીસિદ્ધસેનાચા, બૃહદ્દગચ્છના શ્રીધર્માંધાષસૂરિજી, નાગેન્દ્રગચ્છના શ્રીપ્રભાનંદસૂરીશ્વરજી તથા શ્રીવિનયાચા જી. આ ઉપરાંત ખીજા ભિન્ન ભિન્નગચ્છના આચાર્યાં, પદસ્થ મુનિએ, સામાન્ય મુનિવરા વગેરે પધાર્યા હતા. તથા વિશાળ સાધ્વીવર્ગ અને નાંમાક્તિ સંઘપતિએ, શ્રાવકો, શ્રાવિકાએ સંઘમાં જોડાયા હતા. સંઘની રક્ષા માટે અલપખાને જમાદારા સિપાઇઓ વગેરેની સગવડો આપી હતી. તથા પેાતે પાછળથી સંઘમાં ભેગા થયા હતા. (૮૪)
SR No.023356
Book TitleShatrunjay Giriraj Darshan
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Pramodsagar
PublisherAgmoddharak Granthmala
Publication Year1979
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy