SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શત્રુંજય ગિરિરાજ દર્શન એક દિવસે જાવડશાએ શ્રીવાસ્વામિજીને વિનતિ કરી કે, હે ભગવાન ! આપ સહાયક થાવ તા શ્રીશત્રુંજયતીના ઉદ્ધાર નિવિને કરાવી શકું.’ એ વખતે એક યક્ષ શ્રીવાસ્વામિજીને વંદન કરવા આવ્યા હતા. તેના પૂર્વ વૃત્તાંત આ પ્રમાણે છે. વમાન કપર્દિ યક્ષની ઉત્પત્તિ મહુવા નગરીમાં દિ` નામના એક વણકર હતા, તેને આડી અને કુહાડી નામની એ સ્ત્રીએ હતી. વણકર અપેય પાનમાં અને અભક્ષ્ય ભેાજનમાં આસકત રહેતા હતા, આથી એક દિવસે બન્ને સ્ત્રીઓએ વણકરને શિક્ષા કરી કપર્દિ રાષમાં આવી ગયા, અને નગરીની બહાર ચાલ્યા ગયા. ત્યાં એક મુનિ જોવામાં આવ્યાં તે વજસેન મુનિએ કેમળ વચનથી તેને આશ્વાસન આપ્યું. કદિ વણકર બે હાથ જોડીને માથું નમાવીને ઉભા રહ્યો. મુનિવરે પેાતાના જ્ઞાનથી કપર્દિને સુલભબધી જાણ્યા અને ઘેાડા કલાકનું આયુષ્ય બાકી રહેલુ જાણી, ધર્માંના ઉપદેશ આપ્યા. કપત્તિ એ કહ્યું, કે મને ચેાગ્ય પ્રતિજ્ઞા કરાવા’. ગુરુમહારાજે ગંઠસીનુ' પચ્ચકખાણ કરાવ્યું. (ગઠસીનુ પચ્ચક્ખાણ એટલે કપડાના છેડે ગાંઠ વાળી રાખવી, જ્યારે પાણી પીવું હાય, ખાવું હાય કે માંમાં કઇ નાંખવું હોય ત્યારે નવકાર ગણીને અથવા “નમેદ મિરવંતાન' એટલી ગાંઠ છેડીને પછી જ માંમાં કોઈપણ વસ્તુ નાંખી શકાય. ખાધા પછી માં ચામુ` કરી પછી ગાંઠ વાળી દેવાની. જ્યાં સુધી ગાંઠ વાળેલી હોય ત્યાં સુધી ચારે આહારના ત્યાગના પચ્ચક્ખાણુને લાભ મળે.) તે દિવસે સ`ના ગરલ (ઝેર) યુકત ભાજન કપર્દિ ના ખાવામાં આવ્યું અને મૃત્યુ પામ્યા, અને વ્યંતર નિકાયમાં દેવ તરીકે ઉત્ત્ત થયેા. પઢિ` મરણ પામ્યાના સમાચાર સ્ત્રીએએ જાણ્યા અને રાજા પાસે જઇને ફિરયાદ કરી ‘કે” આ સાધુડાએ અમારા ધણીને કઇ ખવવાડીને મારી નાંખ્યા’ આથી રાજાએ શ્રી વજસેન મુનિને ચાકીમાં બેસાડ્યા. આ બાજુ વ્યંતર થયેલા કૅપદ્મિ એ જ્ઞાનથી જોયું, તે પોતાના ઉપકારી ગુરુને સંકટમાં સપડાયેલા જોયા, એટલે તુરત જ તે શહેરના જેટલી માટી શિલા વિધ્રુવી અને રાજા વગેરે લોકોને કહ્યું, કે આ ગુરુ મહાઉપકારી છે’તમે સર્વે તેમની પાસે જાએ, પગમાં પડીને માફી માગેા, નહિતર આ શિલાથી મનુષ્યા સહિત આખી નગરીના ચૂરેચૂરા કરી નાખીશ.’ (૭૨)
SR No.023356
Book TitleShatrunjay Giriraj Darshan
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Pramodsagar
PublisherAgmoddharak Granthmala
Publication Year1979
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy