SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ Y ઉપઘાત. 3: શ્રી વ્યાખ્યાન સાહિત્યસંગ્રહનો આ દ્વિતીય વિભાગ સહદય સર્જનની સમક્ષમાં નિવેદન કરતાં અને સંતોષ થાય છે કે આ પુસ્તકના પ્રથમ વિભાગને તેઓના તરફથી જે આદર મળેલ છે તે કરતાં પણ તેઓએ આ વખતે વિશેષ આદર આપેલ છે. ઉત્તમ કોટિના સિદ્ધાંતગ્રંથ સમજવાના અધિકારી બની શકાય તેવી યેગ્યતા મેળવવામાટે તથા અંતઃકરણને ઉચ્ચ માનવગુણેથી સુસંસ્કૃત કરી જીવિતને સફળ કરવામાટે મનુષ્ય હલકાં સાહિત્યના પાશથી દૂર રહી ઉત્તમ પ્રકારનું સાહિત્ય વાંચવાની અભિરૂચિ રાખવી જોઈએ. અન્યને ઉપદેશ આપી સન્માર્ગે ચડાવનાર અને ચલાવનાર મનુષ્ય ચાહે તે ત્યાગી હોય કે ચાહે તે ઘરસંસારી હોય અથવા પોતાની આ જીવિકામાટે ગમે તે ધંધો કરતો હોય તે પણ તેણે શ્રેષ્ઠ સાહિત્યના સંગ્રહને સંપાદન કરવું જોઈએ. જેઓને ઉપદેશ આપવાની જરૂર હોય છે તેઓ ઉપદેશનાં ટુંકાં વાક્યો જે માત્ર છેવટના સિદ્ધાંતસરખાં જ હોય છે તેનાથી ઝટ લઈને સમજી જતાં નથી. તેઓને તો એ નાનાસરખા સિદ્ધાંતવાક્યની અંદરથી નિકળતા બહોળા અર્થનાં નાહાનાં નાહાનાં અંગે તથા ઉપાંગે સ્પષ્ટ રીતે સમજાવી તથા તેને અંગે લાભ-હાનિ જે કાંઈ હોય તે તેઓની દૃષ્ટિપર મૂકી જ્યારે ખૂબ વિસ્તારથી કહેવામાં આવે છે ત્યારે જ તે અસરકારક થાય છે. જનસમાજની સામે એક યોગ્ય સિદ્ધાંત, પછી તે ધર્મસંબંધી હોય, વ્યવહાર સંબંધી હોય કે દેશકાળને અનુસરતા ગમે તે વિષયસંબંધી હોય તે જાહેર કરે, તે સિદ્ધાંત અમલમાં મૂકાય એવી ઈચ્છા રાખવી અને એ ઇચ્છાને સફળ કરવામાટે દાખલા દલીલથી તે બીજાઓને ગળે ઉતરાવ અથવા તેઓ કબુલ કરે–હા ભણે એવી રીતે તેને સમજાવે એ શું
SR No.023353
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1916
Total Pages640
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy