SearchBrowseAboutContactDonate
Page Preview
Page 524
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૯૨ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ–ભાગ ૨ જે. નવમ જે મનુષ્યને મુક્તિ (મોક્ષ) પદને પામવાની ઈચ્છા હોય તે જ્ઞાનરૂપી પદનું આરાધન કરે. કારણકે નાના પ્રકારના મોક્ષના રસ્તા (જ૫ તપ આદિ) થી પણ જ્ઞાનવિના કેઈ પણ દિવસ મનુષ્યને મોક્ષની પ્રાપ્તિ થતી નથીજ. ૧૭. જ્ઞાનની સત્તા પર છે. पद्मालयाराधनपुण्डरीकः, कर्मेभसन्दारणपुण्डरीकः । संसाररोगबजपुण्डरीको, ज्ञानं कषायाटविपुण्डरीकः ॥ १८ ॥ જ્ઞાન લક્ષ્મીજીને પ્રસન્ન કરવામાં પુંડરીક નામના દિગ્ગજસમાન છે,* કુકરૂપી હાથીઓને નાશ કરવામાં સિંહસમાન છે, સંસારરૂપી રેગને નાશ કરવામાં પુંડરીક નામની ઔષધિતુલ્ય છે અને કષાયે (ક્રોધ, માન, માયા અને લેભ) રૂપી વનને બાળવામાં અગ્નિતુલ્ય છે. ૧૮. જ્ઞાન એ દેશનું વિમાન છે. ઉપનતિ (૨૨-૨૦), ज्ञानाख्ययानाधिगता जना ये, तेषां न दूरो द्यपवर्गमार्गः । ज्ञानेन कर्माणि यतो निहत्य, जिनाः क्षणादेव गताश्च मोक्षम् ॥ १९ ॥ જે મનુષ્ય જ્ઞાનરૂપી વિમાનમાં બેઠેલા છે તેઓને મોક્ષનો માર્ગ દૂર નથી. કારણકે જિન મહાત્માઓ (તીર્થકરે) જ્ઞાનથી કર્મોને નાશ કરીને ક્ષણ માત્રમાંજ મેક્ષને પામ્યા છે. ૧૯ જ્ઞાનથી ઉત્તરોત્તર મેક્ષ કહે છે. ज्ञानाप्तितो द्रव्यमुपार्जयन्ति, द्रव्यार्जनेनैव सुखीभवन्ति । सौख्येन धर्माचरणं चरन्ति, जनाः पुनर्मोक्षसखीभवन्ति ॥ २० ॥ (સંસારના વ્યવહાર માર્ગમાં) જ્ઞાનની પ્રાપ્તિથી લેકે ધનને મેળવે છે અને ધન પાર્જન કરવાથી જગતમાં સુખી થાય છે અને સુખથી ધમનું આચરણ કરે અને તેથી મેલના મિત્રરૂપ થાય છે અર્થાત્ મોક્ષને પામે છે. ૨૦ * શ્રી લક્ષ્મીજીનું આરાધન દિશાના હાથીઓ કરે છે તે બાબત તેનાં સ્વરૂપનું દર્શન કરતાં પણ જણાઈ આવે છે.
SR No.023353
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1916
Total Pages640
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy