SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ - આ સાહિત્યસંગ્રહ વાંચનાઓ જે ઉંડા ઉતરી વિચાર કરશે તે તેઓને જણાયા વગર નહિ રહે કે અપ્રતિહત પ્રકાશમય જૈનશાસન દુનિયાના અમુક વર્ગમાં સવિશે પળાય છે અને જેઓ પોતાને અન્યશાસનના અનુયાયીઓ સમજે છે તેમાં પણ દરેકે દરેક વર્ગની અંદર દયા, તપ, દાન, શ્રદ્ધા, ભકિત વિગેરે અમુક અમુક અંશથી પાળવામાં આવે છે. જે વિચારે અને જે આચારો કલ્યાણકારક અને મોક્ષદાયક છે તે સઘળા જૈનશાસનનાંજ પ્રકાશમાન કિરણરૂપ છે. આ બાબતમાં આપણું પરમપૂજ્ય પ્રાતઃ સ્મરણીય મરહુમ જૈનાચાર્ય શ્રીમદ્વિજયાનંદસૂરિ ઉફે આત્મારામજી મહારાજ પોતાની પ્રસાદીરૂપ તત્ત્વનિર્ણયપ્રાસાદ ગ્રંથના (૫૪) મા પૃષ્ઠમાં ખુલાસે કરતાં કહે છે કે "जो जो वेदोंमें निवृत्तिमार्गका कथन है सो सर्व जैनमतवालोंको सम्मत है. क्योंकि जो जो युक्ति प्रमाणसे सिद्ध संसारसे निवृत्तिजनक और वैराग्य उत्पादक वाक्य वेद-उपनिषद्-ब्राह्मण-आरण्यक-स्मृतिgorવિવારે સર્વજ્ઞ માવાન વન છે.” ઇત્યાદિ. આવા વિચાર તથા આચારને સ્વરૂપની ભિન્નતા નહિ છતાં નામમાત્રની ભિન્નતાથી પિતાને ભિન્ન શાસનમાં ખપાવતા લેકેથી પાન્યાવગર રહેવાતું નથી. સત્ય ભિન્ન ભિન્ન હતાં નથી અને જેઓ સત્યને કંઈ પણ અશે અનુસરવાને યત્ન કરે છે તેઓને જેનશાસનના સત્ય સિદ્ધાંતને જાણતાં કે અજાણતાં અનુસરવા વગર લ્ટક થતો નથી એમ આ પુસ્તકમાંના ભિન્ન ભિન્ન આગમના દાખલા દલીલે વાંચવાથી સાબીત થયેલું જોવામાં આવશે અને એજ જેનશાસનના ઉપાસકેને અતીવ સંતોષપ્રદ છે કે જ્યારે બીજાઓ પરંપરાસંબંધથી જૈનશાસનને અનુસરે છે, ત્યારે તેઓ તે સાક્ષાત્ સંબંધથીજ જેનશાસનને અનુસરે છે. અન્ય દશામાં પણ પોતાના સિદ્ધાંતનાં અનિવાર્ય કિરણે પ્રકાશે એ જૈનશાસનને હટામાં મોટો વિષે છે, એ જૈનશાસનના સનાતનપણાની મજબૂત સાબીતી છે અને એજ જૈનશાસનના સત્ય સ્વરૂપનું કદી પણ કંપાવી ન શકાય એવું સુસ્થિર પ્રમાણ છે. - દીર્ઘદશી જેનભાઈઓ પૂજ્ય મુનિમહારાજના આવા પ્રયાસને વધારે આવકારદાયક માને છે અને એમનો પ્રયત સ્થાનાપન્ન છે એમ વખાણે છે. - મની સત્યમર્યાદાને સંકુચિત કરવી અને બીજાના હાથમાં રહેલું સે ટચનું સોનું હોય તેને દ્વેષબુદ્ધિથી સોનું નહિ કહેતાં પીતળ કહેવું કે તે પોતાના ઘરમાં હોય ત્યારે તેને કિંમતી ગણવું અને બીજાની દુકાનમાં દેખી તેની કિંમત કાંઈ નથી એમ કહેવું એ બિલકુલ ડહાપણું નથી. ઉત્તમ પ્રકારનાં કિંમતી રને ગમે તે જગાએ પ્રકાશમાં કે અંધારામાં પડેલાં હોય તે પણ કિંમતી
SR No.023353
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1916
Total Pages640
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy