________________
પ્રાકુ કથન
“તિલક તરણું” જેવું એક નાનકડું અને નાજુક નામ પણ વાંચક વર્ગને સુન્દર સંદેશ આપતું જાય છે. “તિલક તરણ” એ નામાભિધાન સાર્થક કરે એમ છે. તરણને એક અર્થ છે હતી. જ્યારે બીજો અર્થ છે સૂર્ય. હેડી જેમ સાગરને પાર કરાવી આપવામાં સહાયક બને છે અને સૂર્ય જેમ ઘેર રાત્રીના નિબીડ અંધકારને ભગાડી પૃથ્વી પીઠપર પ્રકાશ પાથરવાનું કામ કરે છે તેમ પ. પૂ. આચાર્યશ્રીની સાદી, સરલ અને હૃદયસ્પર્શી વાણીમાં રજૂ થયેલા બેધાત્મક કથાનકને અક જીવનના પ્રત્યેક વ્યવહારમાં યદિ વિનિયોગ પામે તો આ કથાનકો પણ વાંચક વર્ગને માટે ભવસાગર પાર કરાવી આપવામાં અવશ્ય સહાયક બનશે અને જીવનમાં જુગ જુગથી ઘર કરી ગયેલાં અજ્ઞાનરૂપી ઘોર તિમિર તેત્રને પલાયન કરી પ્રકાશન પુંજ પાથરવા માટે પર્યાપ્ત થશે, સાથે સાથે તરણ સાથે સંયુક્ત કરવામાં આવેલો તિલક શબ્દ આચાર્યશ્રીએ એમના
. ગુરૂવર્ય અનુગાચાર્ય પ. પૂ. પંન્યાસ પ્રવર શ્રી. તિલક વિજ્યજી ગણિવર્યની પુણ્ય સ્મૃતિરૂપે રાખવામાં આવેલો છે.
પ્રસ્તુત પુસ્તક પ્રતિ ડોકિયું કરતાં તેની કેટલીક લાક્ષણિક્તાઓ દોચર થાય છે. ઉપયોગી કથાનકો છેક સંક્ષિપ્ત એક પૃષ્ઠથી પ્રારંભીને ચાર પૃષ્ઠ સુધીમાં પરિસમાપ્તિ થતી