SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા શિખર સતીજીની સેવા કરી કર્મ ખપાવવા છે. તેમને અધ્યયન, થેકડા અને પ્રશ્નોનું સારું જ્ઞાન હતું. તેઓ નાનાઓને તથા વૈરાગીઓને એમ જ કહેતા હતા કે આપણું સાધના એવી હોવી જોઈએ કે વહેલી તકે મેક્ષ મેળવી શકીએ. સંવત ૨૦૧૮માં મુંબઈ-કાંદાવાડી ચાતુર્માસ આવવાનું બન્યું. અનુકમે કાંદાવાડી, માટુંગા, દાદર ચાતુર્માસ કર્યા બાદ ૨૦૨૧ માં પાર્લા ચાતુર્માસ થયું. ત્યાં તેમને આસો માસમાં ગર્ભાશયનું કેન્સર થયું તે વાતની તેમને જાણ થતા સહેજ પણ તેમના મનમાં ઉદ્વેગ નહિ પણ પ્રસન્નતાથી એમ કહેતા હતા કે દેહના કેન્સર સાથે કર્મનું કેન્સર થઈ જાય તે કેટલું ઉત્તમ ! “કર્મ સામે કેશરીયા ” અહો ! કેન્સરથી ગભરાવાનું! વહેલી તકે કર્મ ખપાવવાનું અને આત્મ સાધનામાં રમણતા કરવાનું ને પંડિત મરણે મરવાનું આ સિગ્નલ છે. પિતે આત્માને કહેતા જેજે ચેતનરાજા! પાછા પડતા નહિ. દેહ દશી દુઃખ ભેગવે, કરે સુખને ઉપાય, આત્મદશી આત્મા રહે સુખમાં સદાય. ટૂંકમાં તેમને આત્મા ખૂબ જાગૃત હતે. શૂરવીર અને ધીર બનીને કર્મ સામે કેશરીયા કરવા તત્પર બન્યા. તેમની સાધનામાં સહેજ પણ ખામી આવવા દેતાં નહિ ટ્રીટમેન્ટ મળતાં તેમને દર્દી નાબૂદ થયું. અને ૨૦૨૨માં ઘાટકોપર ચાતુર્માસ કર્યું. ચાતુર્માસ પૂર્ણ થતાં છેવટે કારતકી પુનમના દિવસે આલેચના કરતાં તેમના માથામાં અસહ્ય દુખા ઉપડશે. તે દુખાવો બે દિવસ રહ્યો પછી મટી ગયા. અને પછી મહા માસમાં માટુંગા પધાર્યા ત્યાં તેમને ફરીને દર્દી ઉપડયું. સતીજીની મહાન સહનશીલતા આગળ ડોકટરેના મસ્તક નમી ગયા? જેણે દર્દને દફનાવી દેવાની શક્તિ પ્રાપ્ત કરી છે અને અસહ્ય પીડામાં પણ સમતાના સરોવરમાં જેને આત્મા રમણતા કરી રહ્યો છે એવા તારાબાઈ મહાસતીજીને જોઈને ડેકટર બોલી ઉઠયા ધન્ય છે સતીજી તમને ! આપના જેવા દર્દીઓને આ પીડા આગળ પકડી રાખવા પડે છે. કારણકે માથાનું દર્દ એવું હોય છે કે ભલભલા માણસ પણ સહન ના કરી શકે. આ દર્દમાં મગજની નસો સંકેચાઈ જાય છે. ને લેહીનું હરવું ફરવું ઓછું થાય ત્યારે આ વેદના અસહ્ય ઉપડે છે. છતાં આપની અલૌકિક સમતા અને સહનશીલતા આગળ અમારા શીર ઝૂકી જાય છે. આ રીતે એમની સમતા આગળ ડેકટરેના મુખમાંથી પણ આ રીતે શબ્દો સરી પડયા. અને કેઈપણ ડેકટર આવે તે ચાર્જ પણ લેતા નહિ. મહા સુદ આઠમને શનીવારે માટુંગામાં મંદાકિનીબાઈને ભવ્ય દીક્ષા મહોત્સવ ઉજવા. ત્યાર પછી પિતાના મૃત્યુ અગાઉ ત્રણ દિવસ પહેલાં મને કહ્યું કે
SR No.023338
Book TitleSharda Shikhar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherManiben Chhaganlal Desai Parivar
Publication Year
Total Pages1002
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy