SearchBrowseAboutContactDonate
Page Preview
Page 864
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા શિખર ૮૫ બળવપ મેળેવ સ્થિળ રે નરે તેળેવ છવાય છંદ ।' જ્યાં કુરૂ જનપદ હેતુ અને જ્યાં હસ્તિનાપુર હતું ત્યાં ગયા. ત્યાં જઈને તેણે પાતાની ભાંડ વિગેરે વસ્તુઓને ઉચિત સ્થાને ગે।ઠવીને ચિત્ર ફલક એટલે જેમાં ચિત્ર દોરવામાં આવે છે તે પાટિયાને સ્વચ્છ બનાવ્યું. ત્યાર પછી રંગ વિગેરે લેપ કર્યાં ત્યાર ખાદ ચિત્રકારે પગના અંગુઠાને અનુરૂપ વિદેહ રાજવર કન્યા મલીકુમારીનું આબેહૂબ ચિત્ર દોર્યુ. અને તે ચિત્રને બગલમાં દબાવીને બહુ મૂલ્યવાન ભેટ લીધી. લઈને હસ્તિનાપુર નગરની વચ્ચે થઈને જ્યાં અદીનશત્રુ રાજા હતા ત્યાં ગયા. અને તેણે મને હાથાની અંજલિ માથે મૂકી રાજાને નમન કર્યો. ત્યાર બાદ તેણે રાજાને જય-વિજય શબ્દો વડે વધાવીને તેમને ભેટ અપણુ કરી, પછી તેણે રાજાને આ પ્રમાણે વિનંતી કરી કે હે સ્વામિન! મિથિલા રાજધાનીનાં પ્રભાવતી દેવીના ગર્ભથી જન્મેલ મલદિન્તકુમારે મને દેશનિકાલ કર્યાં છે. તેથી હું અહીં તમારે શરણે આળ્યે છું. "तं इच्छामिणं सामी तुब्भं बाहुच्छाया परिग्गहिए जावपरिवसित्तए ।" હે સ્વામિન્ ! હું તમારી ખાતુચ્છાયાના આશ્રયમાં અહીં રહેવા ચાહુ છું. આ વાત સાંભળીને અદીનશત્રુરાજાએ ચિત્રકારને કહ્યું કે હે દેવાનુપ્રિય ! મલદિન્નકુમારે તમને શા કારણથી દેશવટો આપ્ચા છે? ત્યારે ચિત્રકારે સરળતાપૂર્વક જે વાત ખની હતી તે અદીનશત્રુ રાજાને કહી સભળાવી. હવે અદીનશત્રુ રાજા ચિત્રકારને શુ' કહેશે ને શુ' મનશે તેના ભાવ અવસરે કહેવાશે. ચરિત્ર : સત્યભામાની વાવમાં સ્નાન કરવા માટેના સત્યાગ્રહ : પ્રદ્યુમ્નકુમાર નગરમાં ફરવા લાગ્યા. તે લેાકેા વાતા કરતાં હતાં કે પેલે માયાવી માણુસ કેવા વિચિત્ર રથ લઈને આળ્યેા હતેા ! આજ સુધી આવા રથ આપણે કદી જોચા નથી. લેાકેાની વાત સાંભળીને પ્રદ્યુમ્નકુમાર ખુશ થઈને નગરમાં ફરતા ફરતા એક સાનાની બનાવેલી વાવ જોઈને આશ્ચય ચક્તિ થયા કે કેવી સુંદર વાવ છે ! તેણે પેાતાની વિદ્યાને પૂછ્યું હે દેવી! આ વાવ કેાની છે ? વિદ્યાએ કહ્યું- ભાનુકુમારની માતા સત્યભામાદેવીની આ વાવ છે. ત્યારે મદનકુમારે કહ્યું તે તે હુ કૌતક કરૂ. ભલે ને ભામા ઉંચી નીચી થાય ! પ્રદ્યુમ્નકુમારે સાનાની વાવમાં સ્નાન કરવાની ઈચ્છાથી જનાઈધારી બ્રાહ્મણનું રૂપ લીધું. હાથમાં કમંડળ લીધું, કપાળમાં માટું તિલક તાણ્યું અને વેદના પાઠ કરતાં કરતાં બ્રાહ્મણ વાવ પાસે પહેાંચ્ચા, ને વાવની રક્ષા કરનારી સ્ત્રી પાસે જઈને કહ્યું. બહેન હું' તમારી સામે સૃષ્ટિ પણ નહિ કરું, પણ તમે મને આ વાવમાં સ્નાન કરવા દો. તે હું તમારા માટે ઉપકાર માનીશ. ત્યારે વાવનું રક્ષણ કરનારી સ્ત્રીઓએ કહ્યું- હું બુઢા! તારી બુઘ્ધિ ભ્રષ્ટ થઈ છે કે શું? તને ખખર નથી કે આ વાવ કૃષ્ણની પટરાણી સત્યભામાની છે. ત્યારે બ્રાહ્મણે
SR No.023338
Book TitleSharda Shikhar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherManiben Chhaganlal Desai Parivar
Publication Year
Total Pages1002
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy