SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા શિખર પેતાના પિતાની આ સ્થિતિ જોતાં ખળકનું હૃદય પલ્ટાઈ ગયું. એક બાળક પણ દુઃખ જોઈને સફરજન છેડી દે છે. બેલેા, તમે સંસારમાં કેટલા દુઃખ જોયા ? છતાં સફરજન રૂપી સંસારને માહ છેડવા વિચાર થાય છે ખરા ? ટૂંકમાં સમય ખૂબ થયા છે. અષાડ ચામાસી પાખીના પવિત્ર દિવસ છે. વરસાદ પડતાં ધરતી હરિયાળી અને છે તેમ આપના જીવન પણ દાન-શીયળ–તપ અને ભાવ, જ્ઞાન–દન—ચારિત્રની વધુ આરાધના કરી હરિયાળા બનાવો. પરિગ્રહને મમત્વ ઉતારી પુણ્યના પ્રભાવથી તમને મળ્યું હોય તો દીન-દુ: ખીની સેવા કરજો. રાત્રી ભાજનનેા ત્યાગ, નાટક-સિનેમા, હાટલના ખાન પાનના ત્યાગ કરી સમાગે પૈસાને વ્યય કરવા. ચાતુર્માસના પવિત્ર દિવસેામાં જેટલા અને તેટલા વધુ ધર્મ-આરાધનાના લાભ લેવા. વ્યાખ્યાનમાં જેટલા સમય મળે તેટલેા લાભ લેવા. સામાયિક પ્રતિક્રમણ કરવા. આવે અવસર ફરીફરીને નહિ મળે. કાચબાને ફરીને સૂર્યંદન ન થયું. તેમ આપણે તક ચૂક્યા તે સંસારમાં ભમવું પડશે. માટે સજાગ બની સમયના સદુપયેાગ કરે. વધુ ભાવ અવસરે કહેવાશે. * ف વ્યાખ્યાન નં. ૮ અષાડ વદ ૧ ને સામવાર તા. ૧૨-૭-૭૬ આગમના આખ્યાતા, વિશ્વના વિખ્યાતા અને પરમ તત્ત્વના પ્રણેતા એવા વિશ્વ વંદનીય, પરમ પિતા પ્રભુના મુખમાંથી નીકળેલી શાશ્વતી વાણી તેનું નામ સિધ્ધાંત. જ્ઞાતાજી સૂત્રના આઠમા અધ્યયનમાં અલૌકિક ભાવ ભરેલા છે. ચાર જ્ઞાન અને ચૌદ પૂના જ્ઞાતા પંચમ ગણધર સુધર્માસ્વામી પોતાના વિનયવંત શિષ્ય જંબુસ્વામીને કહે છે તે કાળ ને તે સમયે સલિલાવતી વિજયમાં વીતશેાકા નામની નગરી હતી. તે નગરી ખાર ચેાજન લાંબી ને નવ ચાજન પહેાળી હતી. નગરીનું મહત્વ રાજાને આભારી છે. રાજા ન્યાયી પ્રમાણીક અને જાગૃત હાય તેા તેની નગરી આબાદ રહે છે. ભગવંત કહે છે આપણા દેહ એ પણ એક નગરી છે. દેહનગરીને રાજા ચેતનદેવ છે. નગરીના રાજા જો ભાન ભૂલે તા નગરી ખેદાન મેદાન થઈ જાય છે. તેમ જો આ ચેતનરાજા ભાન ભૂલે તેા દેહનગરી પણ ખેદાન મેદાન થઈ જાય. “આત્મા પેાતાના સ્વભાવમાં કેવા છે.” જ્ઞાની કહે છે કે જે આત્મા સ્વભાવમાં સ્થિર અને તા આ સંસાર સમુદ્ર તરી જતાં વાર નહિ લાગે. આત્માની કિંમત તેના શુધ્ધ સ્વભાવમાં છે. આત્મા જે તેના સ્વભાવને છોડી દે તે તેની કઈ કિંમત નથી. જેમ સાકરમાં ગળપણ છે તે તેની કિંમત છે. જો સાકરમાંથી ગળપણુ
SR No.023338
Book TitleSharda Shikhar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherManiben Chhaganlal Desai Parivar
Publication Year
Total Pages1002
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy