SearchBrowseAboutContactDonate
Page Preview
Page 521
Loading...
Download File
Download File
Page Text
________________ ભાદરવા સુદ ૧ ને બુધવાર વ્યાખ્યાન ન. પર તા. ૨૫-૮-૬ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતા ને બહેનો ! પાપને પ્રજાળી પુનિત ખનવાનું જો કાઈ પવ હાય તો પર્વાધિરાજ પર્યુષણુપવ છે. પર્યુષણપ આવતાં ભવ્યાત્માએનાં હૈયા થી નાચી ઉઠે છે. સૂર્યનો ઉદય પ્રતિદિન થાય છે. તે સૂર્યોંદય સ મનુષ્યેાને રાજ આન ંદ આપે છે. પણ જો સૂર્યોદય પામવાનું કામ આઠ-દશ કે પંદર દિવસ માટે બંધ થઈ જાય તેા જગતમાં હાહાકાર મચી જાય છે. જેમ પ્રતિદિન સૂર્યોદય જગતને આનંદદાયક બને છે તેમ ભવ્યાત્માઓને પ્રતિ વર્ષ આવતાં પયુ ષણપ આનંદદાયક બને છે. પર્યુષણુપવ પ્રત્યેક વષૅ પધારીને માનવના દિલમાં નવી તાજગી આપે છે, અને સંસારાભિન...દી જીવાને આત્માની બનાવે છે. દરેક ધર્મોવાળા પાતાનો ધર્મ અને પોતાના ધમની પરંપરાને ટકાવી રાખવાને માટે અગર તેા ફેલાવા કરવા માટે અનેક પ્રકારના પર્વો ગાઠવે છે. જેમ મુસલમાનો રમઝાન મહિનામાં રોજા કરે છે. ક્રિશ્ચનો નાતાલ, હિન્દુએ નવરાત્રી, હાળી, દિવાળી આદિ પર્વની ઉજવણી કરે છે. પણ તેમના પર્વમાં દાનધમની આરાધના કરીને પરિગ્રહની મૂર્છા છેડા, અબ્રહ્નચના કીચડમાંથી બહાર નીકળી બ્રહ્મચર્ય નું પાલન કરો, તપશ્ચર્યા કરીને આહારસજ્ઞાના બંધનને કાપા, એવું કાઈ સમજાવતા નથી. દયા, ક્ષમા, પવિત્રતા આદિ ધર્માંને આત્મસાત્ બનાવે. મૈત્રી, પ્રમાદ, કરૂણા અને માધ્યસ્થ એ ચારે પવિત્ર ભાવનાનાં વહેતાં ઝરણામાં અનાદિકાળથી મલીન બનેલા આત્માને પવિત્ર બનાવવાનો ઉપદેશ કે કાઈ કાર્યક્રમ અન્ય ધર્મોમાં નથી. જ્યારે આપણાં પÖષણપની પધરામણી થાય છે ત્યારે દાન-શીયળ-તપ અને ભાવના એનું આરાધન કરવાનું, અને આહાર આદિ ચાર સંજ્ઞાઓને તોડવાની વાતો થતી હાય છે. સંતોનો ઉપદેશ પણ એ જાતનો હોય છે. અહી' આરંભ સમારંભ કરી પાપકર્મનું અધન કરવાની વાત નથી. આવુ પ જ આત્માને માક્ષ મઝીલે લઈ જવામાં સહાયક અને છે. ' પયુ ષણપર્વ એટલે પ્રેમની સરિતા, માનવી મનમાંથી વેરઝેરના કાંટા કાંકરાને દૂર કરી પ્રેમની સરિતા વહાવે છે. આ પર્વાધિરાજ પર્યુષણ આપણા આત્માને લાગેલા કમરૂપી કાદવને ધાવા માટે વાશીંગ કંપની છે. વાશી`ગમાં ધેાયેલાં કપડાં સૌને પહેરવા ગમે છે. તેમ અહીં પણ આત્માને ધાવાનો છે. વીતરાગશાસન રૂપી વાશી ગ કંપનીમાં વીતરાગી સતો ધેાખી બનીને ફના મેલને ધાવા માટે હાકલ કરે છે, હું
SR No.023338
Book TitleSharda Shikhar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherManiben Chhaganlal Desai Parivar
Publication Year
Total Pages1002
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy