SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા શિખર તે લે છે. દાંત ખોતરવાની સળી પણ ગૃહસ્થની આજ્ઞા લઈને લઈ શકે છે. ગુહસ્થની આજ્ઞા વિના કોઈ ચીજ લે તે ત્રીજા મહાવ્રતનું ખંડન થાય છે. માટે સાધુએ પિતાના મહાવતેમાં ને શ્રાવકોએ પિતાના બાર વ્રતમાં વફાદાર રહેવું જોઈએ, આપણે ગઈ કાલે વાત કરી હતી કે ત્રિકાળજ્ઞાની બનવા સૌથી પ્રથમ “વિષયેનું કરવું વમન" વિષયનું વમન કરવું જોઈશે પછી “કષાનું કરવું શમન” ગમે તેટલા વર્ષો સુધી મહાન તપ કરે પણ વિષયનું વમન અને કષાયોનું શમન નથી કર્યું ત્યાં સુધી જોઈએ તે લાભ મળતું નથી. કોઇ–માન -માયા-લોભ એ કષાય છે. આજે જગતમાં માનના ને લાભના કારણે મોટી મોટી લડાઈઓને ઝઘડા થાય છે. માન એ મીઠું ઝેર છે. જેમ સમલ કડવું ઝેર છે તેમ હૈયેલું ઘી મીઠું ઝેર છે. સમજે, જેમ ચારને અને સર્પને ઘરમાં ન રખાય તેમ કષાયને ઘરમાં રખાય ખરી? ના. ચોર અને સર્પ એક ભવ બગાડે છે પણ કષાયે તે આપણા ભવોભવ બગાડે છે. તપ તે ઘણે કરીએ પણ કષાયે અને મમતા ન છોડીએ તે આત્મા વિશુદ્ધ ક્યાંથી બને ? આત્માને વિશુદ્ધ બનાવવા માટે વિષનું વમન, કષાયેનું શમન અને ઈન્દ્રિઓનું દમન કરવાનું છે. ઈન્દ્રિઓનું 'દમન કરવા માટે ચાતુર્માસના પવિત્ર દિવસો આવી રહ્યા છે. - ચાતુર્માસમાં આપણે ક અધિકાર વાંચે છે તે આપને કહું. જ્ઞાતાજી સૂત્રનું આઠમું અધ્યયન મહાબલકુમારનું છે તે મહાબલકુમાર મલ્લીનાથ ભગવાન કેવી રીતે બન્યા? તે વાતની આવતીકાલથી મંગલ શરૂઆત થશે. સૂત્રની વાંચણી કરવાથી, તેને અર્થ અને પરમાર્થને સાંભળવાથી અનંત કર્મોની નિજર થાય છે. સિદ્ધાંતને એક શબ્દ સાંભળીએ ને જીવનમાં અપનાવીએ તે બેડો પાર થાય છે. કર્મની ગ્રંથીઓ તૂટે છે. ભગવાન મહાવીરે ચંડકૌશીકને એક શબ્દ કહ્યો. “બૂઝ-બૂઝ” આટલા શબ્દ સપ ફીટી દેવ બની ગયે. માટે ભગવાનની વાણી સાંભળવા સમયસર આવી જશે. મલ્લી ભગવતીને અધિકાર કાલે ચાલુ થશે. કંઈક જીવોને આત્મતત્વની વાતે ગમે છે. કંઈક અને ધર્મકથા ગમે છે. બારણમાં ખીલી અને મી જાગરા બંનેની જરૂર ‘ છે. તેમ દષ્ટાંત એ તાળા છે ને તત્ત્વ એ બારણું છે. તેથી આત્મતત્વની વાતે ખૂબ સુંદર રીતે દાખલા-દલીલથી સમજાવાય તે છે સહેલાઈથી સમજી શકે છે. માટે આવતીકાલથી અધિકારની મંગલ શરૂઆત થશે. સૌ કઈ સારી રીતે વીરવાણીને લાભ લેશે. વધુ ભાવ અવસરે કહેવાશે.
SR No.023338
Book TitleSharda Shikhar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherManiben Chhaganlal Desai Parivar
Publication Year
Total Pages1002
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy