SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧. મૂર્તિપૂજાની વિભાવના અને પ્રાચીનતા (આ વિભાવના સમગ્ર માનવજાતિને પ્રથમ અને પ્રાથમિક ધમ પ્રકૃતિવાદ (Naturalism) હતા. એટલે સ્વભાવિક રીતે જ માનવીની પૂજાનું પ્રથમ કેન્દ્ર પ્રકૃતિ બની. જગતના સાહિત્યમાં સૌ પ્રથમ પ્રકૃતિપૂજા અશ્વેદની ઋચાઓમાં નિહાળાય છે. પ્રાચીનકાળના આર્ય ઋષિમુનિઓ નૈસર્ગિક જીવન જીવતા હતા. નિસર્ગ (કુદરત) જ એમને પ્રેરણા સ્ત્રોત અને પરમ ગુરુ હતી. નૈસર્ગિક જીવન જીવવાને કારણે તથા નિસર્ગ એમને પ્રેરણાસ્ત્રોત હોવાને કારણે એમનાં અંતઃકરણ સદા સર્વદા નિર્વાસનિક, નિર્વિકારી અને નિરંજન ( વિશુદ્ધ) રહેતાં. એમના શ્વાસ પ્રમ્ભવાસમાં, હૃદયના ધબકારામાં અને રુધિરના પરિભ્રમણના પ્રત્યેક થડકારમાં નૈસર્ગિકતા નિહાળાતી હતી. એમનો સમગ્ર કાળ નિસર્ગની અર્થાત્ પ્રકૃતિની પુનિત ગાદમાં પસાર થતો હતો. એટલે નિત્ય નિહાળાતાં પ્રકૃતિનાં વિવિધ નયનરમ્ય ત જેવાં કે ઉષા, સૂર્ય, ચંદ્ર, તારા, આકાશ, પર્જન્ય, વાયુ, સરિતા, સાગર, પહાડ, વૃક્ષ, વનરાજિ, આદિ એમના આરાધ્ય દેવ બન્યાં. ઊઠતાની સાથે આખે. આગળ આકારિત થતું અફાટ આકાશમંડળ અને એમાં ચમકતે ચંદ્ર, ટમટમ થતા તારા, પ્રકાશિત થતા સૂય, આનંદવિભોર કરતાં ઉષાનાં વિવિધ નયનરમ્ય દ, ઝરમર ઝરમર થતી વષ, શીતળતા વેરતો વાયુ તેમજ અવનિ પર નિહાળાતાં સરિતા, સાગર, પહાડ, વૃક્ષ, વનરાજ આદિ એમનાં આંતરમનમાં આત્મસાત થવા લાગ્યાં. પહાડ, પર્વત અને ગિરિકંદરાઓ પરથી ખળખળ વહેતી સરિતાના વહેણમાં સંભળાતું સુમધુર સંગીત, તથા વનવૃક્ષ, વનરાજિની શાખાપ્રશાખાનાં પર્ણો સાથે અહનિશ થતા પવન દેવતાના પ્રેમ-સપના પરિણામે નિષ્પન્ન થતા સુમધુર નિનાદ, આર્ય—ઋષિઓના આંતર મનને આલાદિત કરી
SR No.023337
Book TitleBharatma Murtipujani Vibhavna ane Murti Vidhanna Lakshano
Original Sutra AuthorN/A
AuthorJ P Amin
PublisherUniversity Granthnirman Board
Publication Year1982
Total Pages90
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy