SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ મૂર્તિવિધાન કલા અને શાસ્ત્ર છે અને ધાર્મિક અનનાઓ પ્રમાણે તેનું સર્જન થાય છે. આથી જ શિ૯૫ગ્રંથોને નિયમ–સિદ્ધાંત, સ્થાપત્ય, શિલ્પ, ચિત્રાદિ કલાઓમાં અનુસરાતા જોવામાં આવે છે. પણ શાસ્ત્રીય સિદ્ધાંતનું માત્ર અનુસરણ એ ભારતીય કલાનો પ્રાણ નથી. અનુસરણ કે અનુકરણ એ કલાને પ્રાણ નથી એ ભારતીય કલાકારો સારી રીતે જાણતા. પરિણામે તેમણે કલામાં માનવીય પ્રકૃતિ તેમજ પ્રાકૃતિક પરિબળોનાં અનુકરણયુક્ત આલેખનો નથી કર્યા, પણ પ્રતિકુળ વૃત્તિઓને વિરોધ કરી પ્રકૃતિના અંતસ્તત્વને પ્રસ્ફટ કર્યું છે. અહીં કલા પ્રકૃતિના રહસ્યને છg interpret) કરવામાં માને છે. મનુષ્યસ્વભાવને સમજી લઈ તેના અંતરંગ રહસ્યને બહાર લાવવામાં જ કલાની ખરી સાર્થકતા રહેલી છે. બાહ્ય ઈન્દ્રિય વડે આપણે જે કંઈ જઈએ છીએ તે ખરું દર્શન નથી. અંતર્દશન એજ કલાનું દિવ્ય ભેચન છે. ભારતીય કલાકાર ચમચક્ષુ કરતાં મનચ્યક્ષ દ્વારા વધુ કામ કરે છે. પરિણામે શાસ્ત્રીય સિદ્ધાંતોનું અનુસરણ તેમનું લક્ષ બનતું નથી. તે તો એક માત્ર સાધન તરીકે જ ઉપયોગમાં લેવાય છે. ભારતવાસીઓએ સૌન્દર્ય વિશેના પિતાના ખ્યાલે કલા દ્વારા પ્રગટ કર્યા છે. સૌન્દર્ય એ આધ્યાત્મિક–આંતરિક વસ્તુ છે. ભારત પોતાની કલાકૃતિઓ દ્વારા નિજ પ્રાણદર્શન આત્મદર્શન, પ્રસ્કુટ કરે છે અને તેનું સંક્રમણ કરે છે. એટલે કે ભારતીય કલાકૃતિઓમાં જેટલું આંતરદર્શન પ્રસ્કુટ થાય છે તેટલું બીજા કેઈ દેશની કલાકૃતિઓમાં ભાગ્યે જ થાય છે, અને તેથી ભારતીય કલાકૃતિઓમાં બાહ્યદર્શન કરતાં તેમાં નિરવધિ વ્યક્ત થતા ઉમદા આમિક ગુણની અભિવ્યક્તિ મહત્ત્વની બની રહે છે. કલાની તાત્વિક ચર્ચામાં સૌન્દર્યનાં મૂળભૂત તરોની ચર્ચાને સમાવેશ થઈ જાય છે. સૌન્દર્ય આનંદની અનુભૂતિ કરાવે છે. સૌન્દર્યને સાકાર કરનારી વસ્તુ (ઉપાદાન) ગમે તે હોય, પણ જે ખરેખર સહદયીના મનમાં આનંદ ઉપજાવે તો તે સાચી કલાકૃતિ. આમ કલાકૃતિનો પ્રધાન મ—ધર્મ આનંદનો આવિર્ભાવ કરવાનો છે, આનંદ આપવાનો છે. રવીન્દ્રનાથે આ વિશે સાચું જ કહ્યું છે કે * Which gives us joy without any sense of utility is the sense of beauty.” આથી જ સૌંદર્યજનિત કલાકૃતિમાં ઉપયોગિતાને સર્વથા અભાવ ઘણીવાર જોવામાં આવે છે. કલાકૃતિ સામાન્ય ઉપગિતાના આનંદ(Utiliterian pleasure)ને વરેલી નથી. બીજુ કલાકૃતિ જે આનંદની અભિવ્યક્તિ કરે છે તે કોઈ એક વ્યક્તિ માટે નિર્મિત હોતી નથી, પરંતુ તેની અભિવ્યકિત સાર્વત્રિક Universal) હોય છે. આ સાંવત્રિક આનંદની અભિવ્યક્તિ સંવાદિતા
SR No.023337
Book TitleBharatma Murtipujani Vibhavna ane Murti Vidhanna Lakshano
Original Sutra AuthorN/A
AuthorJ P Amin
PublisherUniversity Granthnirman Board
Publication Year1982
Total Pages90
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy