SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૩ નપૂજનીયોની અવગાહના परपरिभवपरिवादादात्मोत्कर्षाच्च बध्यते कर्म । नीचैर्गोत्रं प्रतिभवमनेकभवकोटिदुर्मोचम् । तदेवं सकलजनगोचरोऽप्यवर्णवादो न श्रेयान्, किं पुनः नृपपुरोहितादिषु बहुजनमान्येषु । नृपाद्यवर्णवादात्तु प्राणनाशादिरपि दोषः स्यात् । अत उक्तं नृपादिषु विशेषतः-इति । પરનિંદા મોટો દોષ છે. વાચક ચક્રવર્તીએ કહ્યું છે- “પરનિંદા અને આત્મોત્કર્ષથી નીચગોત્ર કર્મ બંધાય છે. પ્રત્યેક ભવમાં અને કરોડો-કરોડો ભવો સુધી છુટી ન શકે તેવું બંધાય છે. કોઈપણ જીવનો અવર્ણવાદ (નિંદા) અહિતકારી છે, તો પછી લોકમાન્ય એવા રાજા-પુરોહિતાદિની નિંદાથી શું નુકશાન ન થાય ? નૃપાદિના અવર્ણવાદથી પ્રાણ નાશ વગેરે તકલીફ પણ થાય. માટે જ કહ્યું છે "તૃપાદિષ વિશોષતઃ" રાજાઓ વગેરેની ઘોર નિંદા કરી, તેમના થોડા -ઘણાં નાના દોષોને મોટા કરી, પ્રજામાં તેમના પ્રત્યે અસંતોષ ઉભો કરી, રાજાશાહીને નાબુદ કરી, ભારતની પ્રજાએ રાજાશાહીથી વધુ ભયંકર એવી લોકશાહી પ્રાપ્ત કરી પોતાના હાથે જ પોતાના પગ પર કુહાડો માર્યો છે...
SR No.023333
Book TitleJai Viyaray
Original Sutra AuthorN/A
AuthorVijayhemchandrasuri
PublisherAmbalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2010
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy