SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ કર્તવ્યની કમનીય કેડી ૨૩૧ २४. कारयितव्या भगवत्प्रतिमा પ્રભુનો અનંત ઉપકાર આપણા પર છે. પ્રભુ પ્રતિમા ભરાવવાથી ભવિષ્યમાં બોધિ સુલભ થાય છે. આપણે એને ભૂલી ન શકીએ, કૃતજ્ઞતાનું પાલન થાય છે. જૈન શ્રેષ્ઠિના અજૈન મિત્રે શ્રેષ્ઠિના ઉપરોધથી પ્રતિમા ભરાવી. કાળાંતરે અનેક ભવ પછી મૃત્યુ પામી ઘોડાના ભવને પામ્યો. અશ્વમેઘ યજ્ઞમાં રાજા એને હોમી દેવાના હતા. પૂર્વનું પ્રતિમા ભરાવવાનું પુણ્ય ઉદયમાં આવ્યું અને સાક્ષાત્ મુનિસુવ્રતસ્વામી અશ્વને પ્રતિબોધ કરવા રાત્રિમાં ૬૦ યોજન વિહાર કરી પધાર્યા. અશ્વને પ્રતિબોધ કર્યો. તે સમકિત પામી, અનશન કરી, સ્વર્ગે ગયો. જિનપ્રતિમા ભરાવવાનો મહાલાભ છે. સમ્યક્ત્વ, ચારિત્ર, શ્રેષ્ઠ પુણ્યાનુબંધિ પુણ્ય વગેરે પ્રાપ્ત થાય છે. પરંપરાએ મુક્તિની પ્રાપ્તિ થાય છે. २५. लेखनीयं भुवनेश्वरवचनं પરમાત્માના વચનો (શાસ્ત્રો) લખાવવા, દુઃષમકાળમાં જીવોને જિનપ્રતિમા અને જિનાગમનો આધાર છે. "દુષમ કાળે ઇણ ભરતે, બહુ મતભેદ કરાલ રે, જિન, કેવલી, પૂરવધર વિરહે ફણિસમ પંચમકાળ રે...
SR No.023333
Book TitleJai Viyaray
Original Sutra AuthorN/A
AuthorVijayhemchandrasuri
PublisherAmbalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2010
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy