SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૬ જય વીયરાય ભાવોમાં રમે છે. કષાયો મંદ થાય છે. આ બધા આ લોકના પ્રત્યક્ષ લાભ છે. વલી પ્રણિધાનથી જે પુણ્યાનુબંધિ પુણ્યનો બંધ થયો તેના પ્રભાવે પરલોકમાં 'પ્રધાનધર્મ-ાયાવિ-નામ:' એટલે દૃઢ સંઘયણ, ઉત્તમ સંસ્થાન વગેરેથી યુક્ત ધર્મ આરાધનાને યોગ્ય ઉત્કૃષ્ટ શરીરની પ્રાપ્તિ થાય છે. શરીરની સાથે જ ઉત્તમકુલજાતિ આર્યદેશ, કલ્યાણમિત્ર (ઉત્તમગુરુ) વગેરેનો યોગ પણ પ્રાપ્ત થાય છે. અને ત્યાં ઉત્તમ ભવમાં ઉત્તમ શરીર-કુલ-જાતિ દેશ-કલ્યાણમિત્રાદિના યોગે દીર્ઘકાળ સુધી નિરંતર જિનપૂજાદિ (પ્રણિધાન)થી શ્રદ્ધા, વીર્ય, સ્મૃતિ, સમાધિ અને પ્રજ્ઞાની પણ વૃદ્ધિ થતી જાય છે. શ્રદ્ધા - સમ્યગ્દર્શનની નિર્મળતા-મોક્ષમાર્ગ પ્રત્યે તીવ્રરુચિ. વીર્ય - મોક્ષમાર્ગની સાધનાની શ્રેષ્ઠ શક્તિ. સ્મૃતિ પૂર્વ સાધનાઓનું સદા સ્મરણ. સમાધિ ચિત્તની સ્વસ્થતા - - - પ્રજ્ઞા અનેક અતિગહનવિષયોને પણ સમજવાની શક્તિ. (વવદુવિધાવિનવિષયાવવોધત્તિ) અથવા ગહન વિષયોનું પણ બહુ-બહુવિધ-શીઘ્ર-સહજ-અસંદિગ્ધ અને સ્થિર જ્ઞાન કરવાની શક્તિ...
SR No.023333
Book TitleJai Viyaray
Original Sutra AuthorN/A
AuthorVijayhemchandrasuri
PublisherAmbalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2010
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy