SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૭ પ્રણિધાન . પરમતાની પગદંડી પ્રણિધાન : આટલુ વિવેચન કર્યા પછી હજી શુભ પ્રણિધાનને વધુ મજબૂત તીવ્ર કરવા પ્રણિધાન અંગે કેટલીક વિચારણા કરીએ. જયવીયરાય સૂત્રને પ્રણિધાન સૂત્ર કહ્યું છે. આ સૂત્ર મુક્તાશક્તિ મુદ્રાથી બોલવાનું જણાવ્યું છે. બે હાથોને મોતીની છીપની જેમ આંગળીઓના અગ્રભાગને સામે રાખી સમાન રૂપે જોડી હાથ લલાટ પર લગાવાથી મુક્તાશક્તિ મુદ્રા થાય છે. કેટલાક લલાટ પર સ્પર્શ ન કરતા થોડે આગળ રાખવાનું કહે છે. પ્રણિધાન ખૂબ જ મહત્ત્વનું વિશિષ્ટ કાર્ય છે. પ્રણિધાન એટલે આશંસા. જેનું પ્રણિધાન કરીએ તે પ્રાપ્ત કરવાની અભિલાષા, સામાન્યથી ચિત્તની એકાગ્રતાને પ્રણિધાન કહેવાય છે. યિતનું તે તે વિષય પર વ્યાસ-સ્થાપન, તે તે વિષયનું પ્રણિધાન કહેવાય છે. આમ તો પ્રણિધાન બે પ્રકારે હોય છે. ૧. શુભ. ૨. અશુભ. ૧૪
SR No.023333
Book TitleJai Viyaray
Original Sutra AuthorN/A
AuthorVijayhemchandrasuri
PublisherAmbalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2010
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy