SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૬ જય વીયરાય ૧૦. સમ્યક્ત્વ ઉચ્ચરવું. "अरिहंतो मह देवो, जावज्जीवं सुसाहुणो गुरुणो । जिणपण्णत्तं तत्तं इअ सम्मत्तं मए गहिअं ।। " 1 અરિહંત મારા દેવ છે. સુસાધુ મારા ગુરુ છે. પ્રભુનુ વચન એ જ તત્ત્વ છે. આ સમ્યક્ત્વને હું ગ્રહણ કરું છું. ૧૧. સાધુઓએ અંતિમકાળે પાંચ મહાવ્રત ઉચ્ચરવા. ગૃહસ્થોએ પણ સંથારા દીક્ષા અંતિમકાળે લઈ શકાય. તેમાં પણ સર્વવિરતિ સામાયિક ઉચ્ચરવું, તે શક્ય ન બને તો શ્રાવકના વ્રતોને ઉચ્ચરવા. ૧૨. શક્તિ મુજબ ચારે આહાર કે ત્રણે આહારનો ત્યાગ કરાય. રોજ-રોજના ઉપવાસના પચ્ચક્ખાણ કરી અણસણ કરવું. શક્ય ન હોય તો બીજા વિશેષ તપ વગેરેનો અભિગ્રહ કરવો. મુદ્ઘસી વગેરે અલ્પકાલીન પચ્ચક્ખાણો કરવા. ૧૩. સાધુઓએ ઉપધિ વગેરે વોસિરાવી દેવી. શ્રાવકોએ જરૂરી શરીર-આહાર-વસ્ત્ર-જગા વગેરે રાખી બાકી સર્વ પ્રકારનો પરિગ્રહ વોસિરાવી દેવો. શરીરને પણ છેલ્લે શ્વાસે વોસિરુ છું એમ પરિણામ કરવા. આ માટેની ગાથા રોજ રાત્રે યાદ કરી શકાય.
SR No.023333
Book TitleJai Viyaray
Original Sutra AuthorN/A
AuthorVijayhemchandrasuri
PublisherAmbalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2010
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy