SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ ગુવજ્ઞાપાલન પ્રત્યક્ષ મોક્ષ ૧૪૯ થાય છે. એટલે આરાધના ચીલ ઝડપે આગળ વધતી જાય છે. ગુરુ કદાચ ક્યારેક કાગડાને કાળાને બદલે ધોળો કહે તો પણ શિષ્ય એ વચનને ઉલ્લાસપૂર્વક, શ્રદ્ધાપૂર્વક 'તહતિ' કહી સ્વીકારી લે છે. પછી એકાંતમાં તેનું રહસ્ય પૂછે છે. પંયસૂત્રમાં ગુરુપદનો-ગુમ્બહુમાનનો જબરજસ્ત મહિમા બતાવ્યો છે – 'નો મં પવિત્રફ સો પુરું તિ તયા' ભગવાનની આજ્ઞા છે કે જે મને સ્વીકારે છે તે ગુરુને માને છે. અર્થાત્ ગુરુને માનવા એ જ જિનાજ્ઞા છે. ___"आयओ गुरुबहुमाणो अवंझकारणत्तेण, अओ परमગુરુસંગોનો તો સિદ્ધિ સંસ" - મોક્ષનું અવંધ્યકારણ હોવાના કારણે ગુરુબહુમાન એ જ મોક્ષ છે. ગુરુ બહુમાનથી પરમગુરુ તીર્થંકરદેવનો સંયોગ થાય છે અને તેથી નિયમા સિદ્ધિ અર્થાત્ મોક્ષ થાય છે. અવંધ્યકારણ એટલે કદિપણ નિષ્ફળ ન જાય તેવું કારણ. એનો અર્થ એ છે કે દુનિયાના અન્ય કારણોથી કાર્ય ન પણ નિપજે તેવું બને પરંતુ ગુરુબહુમાનથી મોક્ષ ન થાય તેવુ કદીપણ બને જ નહિં. હજી આગળ પંચસૂત્રકાર કહે છે 'પોર સુદોવા ગુરુ બહુમાન એ જ શુભોદય છે. ૧૧
SR No.023333
Book TitleJai Viyaray
Original Sutra AuthorN/A
AuthorVijayhemchandrasuri
PublisherAmbalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2010
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy