SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૭ ગુરુજનપૂજા... એક આધ મંગલ લોકમાં જે માતા-પિતાની સેવાને કરે છે તે લોકમાં કૃતજ્ઞ છે. ધર્મગુરૂનો સાચો પૂજક પણ તે જ બને છે. સંશુદ્ધ ધર્મની પ્રાપ્તિ પણ તેને જ થાય છે. 'उपकारीति पूज्यः स्याद् गुरू आधुपकारि एतौ । तावप्यर्च्यते यो न स हि धर्मगुरुं कथम् ? ।।' ઉપકારી હોવાના કારણે ગુરૂ પૂજ્ય છે, તો આ તો આદ્ય ઉપકારી છે. (તેથી વિશેષ પૂજ્ય છે.) આવા માતા-પિતાની પણ જે પૂજા-સેવા નથી કરતો તે ધર્મગુરુની ભક્તિ શી રીતે કરશે ? ખાસ તો માતા-પિતાની અવહેલના કરનાર, તિરસ્કાર કરનારને પ્રાયઃ ચારિત્ર મળતું નથી. કદાય મળી જાય તો તે ગુરુને સમર્પિત થઈ શકતો નથી અને તેનું ચારિત્ર પણ નિષ્ફળ જાય છે. જેને માતા-પિતાદિ સમસ્ત સંસારનો ત્યાગ કરીને સંયમ પંથે જવાનું છે તેને પણ માતા-પિતાનો તિરસ્કાર કરવાનો નથી, અવગણના-ઉપેક્ષા કરવાની નથી, સેવાભક્તિ કરવાના છે, તો પછી સામાન્ય સંસારમાં વ્યવહાર કરનારે માતા-પિતા પ્રત્યે કેવુ ગૌરવભર્યું વર્તન કરવું જોઈએ તે આપણે સમજી શકીએ છીએ... પ્ર. - સંયમાર્થીઓએ માતા-પિતાની સેવા-ભક્તિ
SR No.023333
Book TitleJai Viyaray
Original Sutra AuthorN/A
AuthorVijayhemchandrasuri
PublisherAmbalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2010
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy