SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૦ જય વીયરાય પરમાત્માને પ્રાર્થના કરીએ કે આલોકવિરુદ્ધ, પરલોકવિરુદ્ધ, ઉભયલોકવિરુદ્ધ એવી સર્વ લોકવિરુદ્ધ પ્રવૃત્તિઓ મારા જીવનમાં ન આવે, પૂર્વે આવેલ હોય તો તેનો ત્યાગ થઈ જાય. હંમેશ માટે “લોકવિરુદ્ધ ત્યાગ” મારા જીવનમાં થાવ... (૫) ગુરુનાપૂની ગુરૂજનપૂજા होउ ममं तुह पभावओ गुरुजणपूआ । હે દેવાધિદેવ તમારા અચિંત્યપ્રભાવથી મને ગુરૂજનોની પૂજા પ્રાપ્ત થાવ. હું ગુરૂજનોની પૂજા કરનારો થાઉં. માતા-પિતાદિ વડિલો પ્રત્યે બહુમાનયુક્ત ઉચિત ભક્તિ કરનારો થાઉ. "લોકવિરૂદ્ધ ત્યાગ"ની ચોથી પ્રાર્થના પૂર્ણ કરી હવે પરમાત્માને "ગુરુજણપૂઆ' નામની આ પાંચમી પ્રાર્થના કરાય છે. ખાસ યાદ એ રાખવાનું છે કે "શુભ ગુરૂનો યોગ અને તેમના વચનનું સેવન આભવ એટલે ભવોભવ માટે પ્રાપ્ત થાય એ સૌથી મહત્ત્વની ૭મી અને ૮મી પ્રાર્થના છે. શુભગુરુ એટલે લોકોતર પ્રભુશાસનના પંચમહાવ્રતધારી ગીતાર્થ ગુરુ. આ ગુરુની પ્રાપ્તિ અને તેમના વચનના પાલનથી જ મોક્ષ મળે...
SR No.023333
Book TitleJai Viyaray
Original Sutra AuthorN/A
AuthorVijayhemchandrasuri
PublisherAmbalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2010
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy