SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૦ જય વપરાય ભયંકર મરણાંત વેદનાથી તીવ્ર આનંદ અનુભવતા શ્રેણિક મહારાજાએ એ જ વખતે નરકનું નિકાચિત આયુષ્ય બાંધ્યું. પાછળથી પ્રભુ મહાવીરના વચનથી ઘર્મ પામતા શ્રેણિકને આ પાપનો ઘણો પશ્ચાત્તાપ થયો. પ્રભુ પ્રત્યેના અંતરના રાગથી, ભક્તિભાવથી શ્રેણિક મહારાજાએ તીર્થકર નામકર્મ બાંધ્ય, પણ પૂર્વના બીજા જીવોના દુઃખના આનંદથી બંધાયેલ નરકાયુષ્ય તો એમ જ રહ્યું. આ ભાવિ પ્રથમ તીર્થકરને નરકગતિમાં જવું પડ્યું... જ્યારે શ્રેણિકને ખબર પડી કે પોતાને નરકમાં જવાનું છે ત્યારે તેણે પ્રભુ પાસે ભયંકર કલ્પાંત કર્યો. પ્રભુ મારે નરકમાં જવું જ નથી. ગમે તેમ કરી મને બચાવો... પણ પ્રભુ મહાવીર પોતાના આ અત્યંત નિકટના ભક્તને પણ નરકમાં જતા બચાવી ન શક્યા... આ છે બીજાની આપત્તિમાં આનંદનું ફળ માટે સુજ્ઞ અને વિવેકી જીવોએ કદિ પણ બીજાની આપત્તિમાં આનંદ ન પામવો જોઈએ. આજે ચૂંટણીમાં બીજાને પરાભવ કરી આનંદ પમાય છે. ક્રિકેટ વગેરેમાં બીજી ટીમોને, જેમ ભારતે
SR No.023333
Book TitleJai Viyaray
Original Sutra AuthorN/A
AuthorVijayhemchandrasuri
PublisherAmbalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2010
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy