SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ પ: અનુમૌર્યકાલીન શિલ્પકલા ૬૩ ભરતનાં તોરણતારો પર જે પ્રકારના લોકપાલોની મૂર્તિઓ મળી છે, તેવી સાંચીનાં તોરણદ્વાર ઉપર પણ છે. યક્ષ-યક્ષિીની મૂર્તિ તોરણની આડી પીઢો કે બે પીઢોની વચ્ચેના ગાળામાં તથા સૌથી ઉપરના મથાળા પર અંકિત થયેલ છે. પશુ-પક્ષીઓનાં શિલ્પો વાસ્તવિક તેમજ કાલ્પનિક અને મિશ્રસ્વરૂપનાં જોવામાં આવે છે. કેટલાંક પશુઓની પીઠ પર આરોહક માનવશિપે છે. તેમાં કેટલાક પરદેશી-શક, તુષાર વગેરે જાતિના હોય તેમ તેમની વેશભૂષા અને આભૂષણો પરથી લાગે છે. ફૂલવેલની ભાતનાં આલેખનો સાંચીમાં ઉત્તમ કોટિનાં છે અને તે બધાં ભારતીય છે તેમજ હુબહુ સ્વરૂપે અંકિત થયાં છે. દક્ષિણના તેરણ પરની મુચકુંદ પુષ્પલતા તથા પશ્ચિમ દ્વાર પરની, અંગુરીલતા (દ્રાક્ષલતા)નાં અંકન છે. આ બધામાં કમલની વિવિધ કોટિ તથા ભંગી વ્યાપક સ્વરૂપે વ્યકત થઈ છે. ધારસ્તંભોની બહારની કિનાર પરના કમલગુચ્છોનાં આલેખને ચિત્તાકર્ષક છે. કલ્પલતા અને વૃક્ષમાં પણ આ યોજના છે. સિંહ અને વ્યાલનાં શિલ્પ આરોહક સાથે અંકિત થયાં છે. દક્ષિણ તરણ સર્વપ્રથમ નિર્માયું છે. તેરણની સૌથી ઉપરની પીઢના અગ્રભાગે મધ્યમાં કમલવનમાં ઊભેલી શ્રીલક્ષ્મીની મૂર્તિ છે. તેના પર બે હાથી બંને બાજુએ ઘટજલાભિષેક કરી રહ્યા છે. આ જ રણની મધ્યપીઠના અગ્રભાગે રામગામને સૂપ અંકિત થયો છે. રાજા અશોક સ્તપના દર્શનાર્થે રથમાં ચઢીને આવે છે. તેની પાછળ ગજદળ અને પાયદળ છે. સ્તૂપનું નાગદેવતા રક્ષણ કરી રહ્યા છે. સ્તૂપની બંને બાજુએ માલધારી કિન્નરોનાં શિલ્પો છે. રક્ષક નાગનાગિણી જલમાંથી પ્રગટ થતાં હોવાની મુદ્રામાં અંકિત કરેલાં છે. આ જ પીઢની ડાબી બાજુએ એક હાથી કમલવનમાં હાથણીઓ સાથે ક્રીડા કરી રહ્યો છે (હસ્તિજાતક). મધ્ય પીઢના પૃષ્ઠભાગે ભવનની બારીમાં ઊભેલ નારીવૃંદ કુતુહલપૂર્વક દષ્ટિપાત કરી રહ્યું છે. આ જ તરણની સૌથી નીચેની પીઢ પર નીચા કદનો લંબોદર કુભાડ (કીચક) છે. હાથમાં મુકતામાળા ધારણ કરતાં આ મૂર્તિ-શિલ્પોના મુખમાંથી પઘલતા પ્રગટ થતી દર્શાવી છે. કુમ્ભાગ્ડના અધિપતિ વિરુઢક દક્ષિણ દિશાના સ્વામી છે. તેમનું શિલ્પ તથા તેમના અનુયાયી કભાઠેનાં અનેક શિલ્પ આ તોરણદ્વાર પર અંકિત થયાં છે. આ તેરણદારની સૌથી ઉપલી પીઢના પૃષ્ઠ ભાગે વળી ચાર વૃક્ષોને અંતરિત ત્રણ સૂપનાં આલેખન છે. તેમની નીચે દેવ અને મનુષ્યો દ્વારા પ્રજિત આસનો
SR No.023332
Book TitleBharatiya Prachin Shilpkala
Original Sutra AuthorN/A
AuthorPravinchandra C Parikh
PublisherUniversity Granthnirman Board
Publication Year1978
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy