SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતીય પ્રાણીને શિક્ષકો પાટલિપુત્ર અને શૂર્પરક સુધીના વિસત ક્ષેત્રને આવરી લે છે. આ યક્ષ-યક્ષિણીની મૂર્તિને પોતાની સ્વતંત્ર કલા-પરિપાટી છે. આ અતિમાનવ (super human) મહાકાય મૂર્તિ એ ખુલ્લા આકાશ નીચે સ્થાપિત કરવામાં આવતી અને તેની કોતરણી ચારે બાજુએ થતી. અલબત્ત, તેનો મહત્ત્વનો દર્શનીય ભાગ તે સમ્મુખ રહેતો. અત્યાર સુધીમાં આ પ્રકારની નીચે પ્રમાણેની મૂર્તિઓ મળી છે : ૧) મથુરા જિલ્લાના પારખમ ગામની મૂર્તિ (આકૃતિ ૧૩). આ મૂર્તિની પાટલી પર લેખ છે, જેમાં (મ)નિભદ (મણિભદ્ર) સંજ્ઞા લખેલ છે. ૨) મથુરા જિલ્લાના ઝીંગ-કા-નગરા નામના ગામમાંથી મળેલી યક્ષની મૂર્તિ. ૩) મથુરા જિલ્લાના બરોદા ગામની યક્ષમૂર્તિ. ૪) ભરતપુર જિલ્લાના નેહ ગામની યક્ષ(ખ)મૂર્તિ. ૫) વિદિશા(મધ્યપ્રદેશ)ની યક્ષી. આ મૂર્તિ હાલ લકત્તાના ઇન્ડિયન મ્યુઝિયમમાં સુરક્ષિત કરાયેલી છે. ૬) ગ્વાલિયર જિલ્લાના પ્રાચીન નગર પદ્માવતી (હાલનું પવાયા)ની યક્ષ મૂર્તિ. આ મૂર્તિ હાલ વાલિયર મ્યુઝિયમમાં સુરક્ષિત છે. ૭) પટનાના દિદારગંજમાંથી પ્રાપ્ત થયેલી ચામરધારિણી લક્ષી (આકૃતિ ૧૪). એના પર મૌર્યશૈલીને ઓપ છે. ૮) પટનાની યક્ષ મૂર્તિ. (જે પર ચમક તેમજ લેપ છે.) * ૯) પટનાની યક્ષ મૂર્તિ. (હાલ તે ત્યાંના મ્યુઝિયમમાં સંગ્રહાયેલી છે.) ૧૦) વિદિશા (મ.પ્ર.)ની યક્ષી, જેને સ્થાનિક લોકો તેલિન' કહે છે તે. ૧૧) પ્રાચીન વારાણસીના રાજઘાટ પરથી પ્રાપ્ત થયેલી ત્રિમુખ યક્ષની મૂર્તિ. આ મૂર્તિ દિલ્હીના નેશનલ મ્યુઝિયમમાં છે. ૧૨) શૂપરકથી પ્રાપ્ત થયેલ યક્ષ-મૂર્તિ, તે પણ દિલ્હીના ઉપરોકત મ્યુઝિયમમાં છે. ૧૩) વિદિશાના બેસ અને બેતવાવિત્રવતી)નદીના સંગમસ્થાન પરથી પ્રાપ્ત -મૂર્તિ. હાલ એ ભિલસામાં પુજાય છે. ૧૪) ઓરિસ્સાના શિશુપાલગઢમાંથી કેટલીક યક્ષ-મૂર્તિઓ મળી છે. ૧૫) અહિચ્છત્રાઉઝના ફશુવિહારમાંથી પ્રાપ્ત થયેલ કુષાણકાલીન યક્ષ-મૂર્તિ. ૧૬) કુરુક્ષેત્રને આમીત નામના સ્થળેથી પ્રાપ્ત થયેલ યક્ષ-મૂર્તિ. .
SR No.023332
Book TitleBharatiya Prachin Shilpkala
Original Sutra AuthorN/A
AuthorPravinchandra C Parikh
PublisherUniversity Granthnirman Board
Publication Year1978
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy