SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨ ભારતીય પ્રાચીન શિલ્પકલા સ્રોત ચાર સરોવર છે. ચાર મહાપણુ, ચાર મહાલેાકપાલ ઇત્યાદિના મેરુ સાથે સંબંધ છે. વળી મેરુ સર્વ દેવાનુ' નિવાસસ્થાન છે. હિમાલય મેરુના મિત્ર મનાય છે. કમલ ભારતીય કલા, ધર્મ અને દર્શીનમાં કમળ એ સૌથી મહત્ત્વનું પ્રતીક છે. અગાધ જલ પર તરતા પ્રાણનું એ પ્રતીક છે. આ પુષ્પ સૂર્યોદયના સમયે પોતાની પાંખડીઓ વિકસાવે છે. સૂર્યને બ્રહ્મનું સ્વરૂપ માનવામાં આવે છે. આથી કમલ પ્રાણનું એવું રૂપ છે, જે સમષ્ટિગત પ્રાણીઓના પ્રાણ યા જીવનને આહ્વાન કરે છે. વિષ્ણુની નાભિમાંથી તે પ્રકટ થવાથી તેનામાં પ્રાણસંવર્ધક શકિત છે. વિષ્ણુની નાભિમાંથી પ્રકટેલ કમળ પર બ્રહ્માના વિકાસ થયા અને તેમણે સૃષ્ટિનું સર્જન કર્યું.... આમ કમલ સર્જન સાથે સંવર્ધનનુ પ્રતીક બને છે. કમલના પાન કે વેલને સૃષ્ટિની યાનિ કહી છે. એનામાં ગર્ભાધાનની શકિત રહેલી છે. ભાગવતાએ સંસારને ભૂ-પદ્મકોષ કહ્યો છે, ને સૃષ્ટિના જન્મ પદ્મમાંથી થયો હાવાનું જણાવ્યું છે. તેમાં બે પ્રકારની સૃષ્ટિ માની છે : ૧) પદ્મજા અને ૨) અણ્ણજા. પદ્મજા સૃષ્ટિનું નિર્માણ ક્ષીરશાયી વિષ્ણુની નાભિમાંથી થાય છે. અણુજા હિરણ્યગર્ભ વડે જન્મે છે. આમ વૈદિક માન્યતામાં જે સ્થાન હિરણ્યગર્ભનું હતું તે સ્થાન ભાગવતદર્શનમાં પદ્મને મળ્યુ છે. વેદ પ્રમાણે પૃથ્વી પર અગ્નિ અને ઘુલાકમાં આદિત્ય (સૂર્ય) એ બે મેટાં પદ્મ છે. હિરણ્યગર્ભની સૃષ્ટિ અગ્નિ પર અને પદ્મની સૃષ્ટિ જલ પર નિર્ભીર છે. પૂર્ણ ઘટકમાં અણુજા અને પદ્મજા અર્થાત્ કમલ અને જલ એ બંને કલ્પનાઓના સમન્વય છે. ભારતીય કલામાં કમલનુ` અનેકવિધ આલેખન છે. એમાં અનેક પ્રકાર—નામેા પ્રચલિત છે : ઉત્પલ, પુણ્ડરીક, શતપત્ર, સહસ્રપત્ર, પુષ્કર, પદ્મક વગેરે. સમુદ્ર શિલ્પમાં સમુદ્રનું આલેખન સૃષ્ટિના પ્રારંભ જલમાંથી થયો હોવાના સ`કેત કરે છે. સમુદ્રની મંથન-શકિતમાંથી વિશ્વના જન્મ થયા એ ભાવ એ વ્યકત કરે છે. દા.ત. ઉદયગિરિ(મધ્યપ્રદેશ)ના મહાવરાહના દૃશ્યમાં સમુદ્રનુ` અંકન આ હેતુયી થયું છે. સમુદ્રમંથનનું દૃશ્ય તથા અનંતનાગ પર પોઢેલા ક્ષીરસાગરશાયી વિષ્ણુ વગેરેમાં પણ આ જ સંકેત છે. દેવગઢના દશાવતાર મ ંદિરની દીવાલ પર આનું સુંદર આલેખન છે. નામ આ પણ લોકધર્મ ને જ દેવતા છે. શિલ્પામાં તેનું આયેાજન મહદ્ અંશે નર-વ્યાલ વિગ્રહમાં થયું છે. આ વિચારધારા વૈદિક અહિ–વૃંત્ર (વૃત્ર નામનેા નાગ
SR No.023332
Book TitleBharatiya Prachin Shilpkala
Original Sutra AuthorN/A
AuthorPravinchandra C Parikh
PublisherUniversity Granthnirman Board
Publication Year1978
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy