SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ ૩ : વેદકાલથી ન“દકાલ સુધીની શિલ્પકલા આજ સુધી શ્રીલક્ષ્મી શ્રીમ ંતાની દેવી મનાતી રહી છે. તે સમુદ્રની પુત્રી, કમલાસન પર આરૂઢ કે કમલવનમાં વિહરતી દેવી છે. એનું આલેખન કલામાં આવા જ કોઈ ભાવને અનુરૂપ થતું જોવામાં આવે છે. કમલસ્થિત એ દેવીના મસ્તકે બન્ને બાજુએથી બબ્બે હાથી પાતાની ઊંચે ઉઠાવેલી સૂંઢમાં ધારણ કરેલા ઘડામાંથી દિવ્ય જલના અભિષેક કરતા આલેખાય છે. આ હાથી ચાર દિશાઓના સૂચક છે. અને પૂર્ણઘટમાં ભરેલું દિવ્ય જલ અમૃત કે સામરસ છે. કમલઝુંડથી છવાઈ ગયેલ સરોવર વિશ્વના સંકેત કરે છે. પક્ષી કે કમલ જીવનતત્ત્વનાં સૂચક છે. ૨૦ લક્ષ્મી અને વિષ્ણુ વિશ્વનાં માતા-પિતા છે. તેમનાં અન્ય સ્વરૂપે છે: ઘાવા-પૃથિવિ, શિવપાર્વતી, રાધાકૃષ્ણ. એ બંને વિશ્વનાં આદિ કારણ હિરણ્યાણ્ડ' છે. આ અંડના પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધ અનંત સ્ત્રી-પુરુષોની પરંપરિત પ્રવૃત્તિઓમાં પ્રવૃત્તા રહે છે. શ્રીલક્ષ્મીનું અંકન ભરહુત, સાંચી, અમરાવતી, બોધગયા, મથુરા, ખંગિરિ, ઉદયગિરિ અને પશ્ચિમ ભારતીય ગુફાઓમાં થયું છે. એ કોઈ સંપ્રદાય પૂરતી સીમિત ન રહેતાં વ્યાપક રૂપે દરેક ધર્મની આદર્શ દેવી મનાય છે. ભરહુતમાં ઉત્કીર્ણ “સિરિમા”” દેવી એનું જ રૂપ છે. મથુરાની અમૃતકુંભ લઈને ઊભેલી “પદ્મિની” પણ શ્રી લક્ષ્મી જ છે (આકૃતિ ૩૦). રક્ષ એ બ્રહ્મનું બીજું નામ છે. અથર્વવેદમાં કહ્યું છેકે ભુવના (ત્રણેલાક કે ચૌદ-લાક)માં વ્યાપ્ત, સૃષ્ટિનું આદિકારણ, વિશ્વના અધિદેવતા યક્ષ છે મત્ યક્ષ મુવનસ્થ મધ્યે (૨૦-૭-રૂ૬). તે મહાવૃક્ષ સમાન છે જેની શાખા પ્રશાખાઓ પ? અનેક દેવાના વાસ છે. આર્યો ભારતમાં આવ્યા ત્યારથી યક્ષપૂજા લૌકિક ધર્મનું એક વ્યાપક અંગ હતું,. જે આજ સુધી પ્રચલિત રહેલ છે. જૈન બૌદ્ધ અને બ્રાહ્મણ દરેક ધર્મે તેને સમાનરૂપે સ્વીકારેલ છે. વૈદિક સાહિત્યમાં ઇન્દ્ર, મિત્ર, વરુણ, અર્થમા વગેરેની યોા સાથે તુલના કરી છે. કાલાન્તરમાં બુદ્ધ અને મહાવીરને પણ યક્ષ સ્વરૂપ આપવામાં આવ્યુ છે. પ્રાચીન સમયનાં ગ્રામ દેતા તરીકે તેની સ્થાપના દરેક ગામના ચારા પર થતી.. તેને વાર્ષિક ઉત્સવ મનાતો. તેને “ક્ષમહ” કહેતા. યક્ષને જ મધ્યયુગમાં “વીર”” નામાભિધાન મલ્યું. જૈન-બૌદ્ધ સાહિત્યમાં કેટલાંયે “યક્ષચેતિય” (મંદિરો) કે યક્ષાયા-તનેાનાં વર્ણન છે. વૈદિક કાલમાં તે “યક્ષસદન” તરીકે ઓળખાતાં.
SR No.023332
Book TitleBharatiya Prachin Shilpkala
Original Sutra AuthorN/A
AuthorPravinchandra C Parikh
PublisherUniversity Granthnirman Board
Publication Year1978
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy