SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ જોઇ ભારતીય પ્રાચીન શિ૯૫કલા પકવેલી માટીની જે પૂતળીઓ અહીંથી મળે છે તેમાં પણ કુલ્લી કરતાં વધુ વિકાસ નજરે પડે છે. આ પૂતળીઓને કેડ નીચેનો ભાગ સપાટ બનાવી તેનું રૂપાંતર સમચોરસ કે લંબચોરસ બેઠકમાં પરિણમતું દર્શાવ્યું છે. અહીંથી મળેલી પૂતળીઓના હાથ મળ્યા નથી. મુખભાગ અને ધડભાગમાં સુઘાટય કલાના અંકુર ફુટતા જણાય છે. પેરીઆન-બું, કડની અને મોઘુલ–jડઈમાંથી પ્રાપ્ત થયેલ પૂતળીઓ આ પ્રકારની છે. ચિબુક ઉપરના બંને ઓષ્ઠનું સુરેખ અંકન, વિશાળ સુંવાળું કપાળ, શુકનાસ જેવી નાસિકા અને ઘેરી ઊંડી નયનબખેલો (જેમાં કીકી અલગ મૂકવામાં આવતી) ત્યાંના લોકોની ક્લાત્મક દૃષ્ટિનાં ઘાતક ઉદાહરણ બની રહે છે. ધડભાગમાં સ્તન પર્ણ વૃત્તાકાર ઘાટના છે. વળી તેમાં યથાસ્થાને સ્તનડીટી -દર્શાવી છે તે પણ એમની કલાસૂઝ દર્શાવે છે. ઝોબ સંસ્કૃતિની પૂતળીઓ ઉપરોકત કુલ્લી સંસ્કૃતિના જેવાં ઘરેણાં તથા શિરોણન ધરાવે છે. આ આભૂષણો લગાડવાની પદ્ધતિ પણ કુલ્લી જેવી છે. વિશેષમાં મસ્તકને રૂમાલ જેવા વસ્ત્ર વડે ચૂસ્ત બાંધવામાં આવે છે. આ વસ્ત્રના બંને છેડા ખભા પર લટકતા હોય છે. કુલ્લીની જેમ આ પૂતળીઓને પણ કોઈ ધાર્મિક વિધિ સાથે સંબંધ હોવાનું જણાય છે. એ માતૃપૂજાની દ્યોતક હોય તેમ મનાય છે. પ્રાથમિક કક્ષાનું કૌશલ દર્શાવતા આ બંને સંસ્કૃતિના નમૂનાઓમાં પ્રાચીન ભારતીય સુઘાટય કલાનાં બીજ નજરે પડે છે. ભાવ અને વેગનું પ્રાકટય એ કોઈ પણ કલાની મૂળભૂત નિષ્પત્તિ છે. એની પ્રાથમિક અવસ્થો અહીં દૃષ્ટિગોચર થાય છે. આ પૂતળીઓનું શરીરસૌષ્ઠવ સુરેખ છે. કેશકલાપ અને આભરણ આકર્ષક છે. કુલ્લી કરતાં ઝોબનું મહત્ત્વ એક બાબતમાં વિશેષ છે અને તે એ કે ઝોબમાં આપણને કલાની પ્રગતિની પ્રતીતિ થાય છે. આ બંને સંસ્કૃતિઓ તેમની ઉત્તરકાલીન અવસ્થામાં હડપ્પીય સભ્યતા સાથે ભળી જતી હોવાથી તેમની શિલ્પપરંપરા હડપ્પીય સભ્યતામાં વિકસિત સ્વરૂપે નજરે પડે છે. ૨. હમ્પીય સભ્યતાનાં વિવિધ શિલ્પસ્વરૂપ આ સભ્યતાને સમયપટ લગભગ એક હજાર વર્ષ (ઈ.સ. પૂર્વે ૨૫૦૦થી ઈ.સ. પૂર્વે ૧૫૦૦) જેટલો મૂકાય છે અને તેને તત્કાલીન ફેલાવો લગભગ ૧૫૦૦ ચો. માઈલ વિસ્તારમાં જણાય છે. બલુચિસ્તાનના મકરાને પ્રદેશથી માંડી પંજાબના અંબાલા જિલ્લાના રુપર, રાવી નદીના કાંઠે આવેલ હડપ્પા તથા ત્યાંની સરસ્વતીના કાંઠે કાંઠે હાલના બિકાનેર સુધી તથા સિંધુ નદીના કાંઠે આવેલ મોહેજો-દડોથી માંડીને દક્ષિણે નર્મદાના કાંઠે આવેલ નવડાટેલી અને માહેશ્વર સુધી તેને ફેલાવો
SR No.023332
Book TitleBharatiya Prachin Shilpkala
Original Sutra AuthorN/A
AuthorPravinchandra C Parikh
PublisherUniversity Granthnirman Board
Publication Year1978
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy