SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૦ ભારતીય પ્રાચીન શિલ્પકલા વિષ્ણુનાં લક્ષણ ધારણ કરતા ઊભા છે. તેમના ચાર હાથ પૈકી નીચેના બેમાં ચક્ર અને કમળ છે, જ્યારે ઉપલા બેમાં તેમનાં પ્રિય આયુધ હળ અને મુશળ છે. તેમને મસ્તક પર સર્પ ફણા છે. તેમની જમણી બાજુ તેમની પત્ની રેવતી તેમને માટે પ્યાલામાં શુરા ભરતી જણાય છે. ડાબી બાજુ અનુચરી તેમને માટે ભોજનને થાળ લઈ ઊભી છે. પદ્મ પર ઊભેલા દેવની પાછળની બાજુએ કરેલી ફ્રેમમાં બંને બાજુએ ગર્જના કરતા સિંહ અને હંસ તથા મકરમુખ જોવા મળે છે. દાતા ભકત પોતે આસનપીઠના નીચેના ભાગમાં વિનમ્ર ભાવે બેઠેલો જણાય છે. આમ તો સમગ્ર ભારતમાં ધાતુશિલ્પો મળે છે, પરંતુ દક્ષિણ ભારતમાં મળે છે તેવાં ઉત્તમ સર્જનાત્મક અંશ પ્રગટ કરતાં અને કદમાં પણ મોટાં અને ભારે શિલ્પ બીજે કયાંય જોવા મળતાં નથી. દક્ષિણમાં પણ તામિલભાષી પ્રદેશોમાં આનું વિશેષ બાહુલ્ય વરતાય છે. પલ્લવ, ચોળ અને વિજ્યનગરના રાજ્યકાળ દરમ્યાન દક્ષિણમાં ઉત્તમ ધાતુશિલ્પો નિર્માણ પામ્યાં છે. દક્ષિણનું લગભગ દરેક મંદિર સરસ પ્રાચીન ધાતુમૂર્તિઓ ધરાવતું જોવા મળે છે. સાતવાહનો અને ઇક્વાફ રાજાઓના સમયમાં પાષાણ શિલ્પોની બાબતમાં જે પરંપરાઓ સર્જાઈ હતી, તે બધીને કાંચીના પલ્લવી વિકાસ સાધ્યો. પલ્લવાની રાજયસત્તા ઈસુની ૪ થી સદીથી શરૂ થઈ, પરંતુ ૬ ઠી ૭ મી સદીમાં થયેલા રાજા સિંહવિષ્ણુ અને મહેન્દ્રવર્માની પાષાણ કલાએ અભિનવ સિદ્ધિ સાધી. પલ્લવના સમયમાં પણ ઘણાં ઉત્તમ ધાતુશિલ્પો ઉપલબ્ધ બન્યાં છે. આ શિલ્પો ૮ મી સદીથી મળવા લાગે છે. પલ્લવ શિલ્પોનાં કેટલાંક અભિનવ લક્ષણો છે; દા. ત. પલ્લવ શિલ્પો હંમેશાં યોપવીત ધારણ કરતાં દર્શાવ્યાં હોય છે. પલ્લવ શૈલીનું બીજું લક્ષણ તેના દેહના નીચેના ભાગ પર ધારણ કરાવવામાં આવતું વસ્ત્ર છે. આ વસ્ત્રની પહેરવેશ-પદ્ધતિને અહીં હસ્તી-સૌષ્ટિક તરીકે ઓળખવામાં આવે છે. આ શૈલીમાં કમળની ચારેબાજુએ અર્ધવૃત્તાકાર ઘાટના તેરણની માફક વસ્ત્રની પાટલીઓ ગોઠવવામાં આવે છે. આ શૈલીનું ત્રીજું લક્ષણ મૂર્તિ પર શ્રીવત્સના ચિનને અભાવ છે અને તેમાંય લક્ષ્મીની મૂર્તિ (જે ઘણું કરીને શ્રીવત્સના ચિહુનથી અંકિત હોય છે, તે) પરનું શ્રીવત્સનું ચિહ્ન પણ સર્વથા દૂર કરાયું છે. | ત્રિપુરાતક તરીકે જાણીતું થયેલ પલ્લવશૈલીનું ૮ મી સદીનું ધાતુશિલ્પ ઉત્તમ કોટિનું છે. ત્રિપુરાન્તક દ્વિભુજ શિવ હાથમાં ધનુષ્યબાણ લઈને ઊભા હોય
SR No.023332
Book TitleBharatiya Prachin Shilpkala
Original Sutra AuthorN/A
AuthorPravinchandra C Parikh
PublisherUniversity Granthnirman Board
Publication Year1978
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy