SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતીય પ્રાચીન શિલ્પક્લા ડાબા ખભા પર કૃષ્ણાન (મૃગચર્મ ધારણ કરેલું છે ને દેહ પર યજ્ઞોપવીત ધારણ કરેલ છે. કેડ પરથી ઘૂંટણ સુધી પહોંચતું વસ્ત્ર આકર્ષક પાટલીમાં ગોઠવાયેલું છે. અકોટા (વડોદરા)ના જન-ધાતુ પ્રતિમાનિધિમાંથી મળેલી જીવંતસ્વામીની બે પ્રતિમાઓ પૈકીની એક ઈ. સ. ની ૬ ઠ્ઠી સદીના પૂર્વાર્ધની જણાય છે. “જીવંતસ્વામી” એ દીક્ષા લીધા પહેલાં તપ કરતા સંસારી મહાવીર સ્વામીનું નામ છે, આથી આમાં રાજપુત્રને અનુરૂપ વેશભૂષા જોવા મળે છે. મસ્તક પર ઊંચે ટોપીઘાટને કલામય મુકુટ, ગળામાં હાંસડી અને હાર, હાથ પર બાજુબંધ ધારણ કરેલ છે. શરીર પર અધોવસ્ત્ર જોવા મળે છે. આ કાયોત્સર્ગ પ્રતિમાના બંને હાથ ખંડિત થયા છે. સમગ્ર ઉત્તર ભારતમાંનાં અદ્યાવધિ ઉપલબ્ધ ધાતુ-શિલ્પોમાં આગલી હરોળમાં બેસે તેવી ઉત્કૃષ્ટ કલામય આ પ્રતિમાં પશ્ચિમ ભારતીય શિલ્પશૈલીને સુંદર નમૂનો છે. ૪) અનુ-ગુપ્તકાલ આ કાલપટ દરમ્યાન પશ્ચિમ ભારતમાં મૈત્રક રાજાઓના શાસન નીચે પાષાણ શિલ્પોની જેમ ધાતુશિલ્પોની કલા પણ પાંગરી. આમાં વલભી કે પીરમ બેટમાંથી મળેલ બુદ્ધપ્રતિમા અને અકોટામાંથી મળેલ સરસ્વતીનાં શિલ્પ પશ્ચિમ ભારતીય શિલ્પશૈલીના નોંધપાત્ર નમૂના છે. આમાંની બુદ્ધ પ્રતિમા હાલ ભાવનગરનાં ગાંધી સ્મૃતિ મ્યુઝિયમમાં સુરક્ષિત છે. એના પર સોનાને એપ ચડાવેલ છે. બુદ્ધ પ્રલંબપાદાસનમાં બેઠેલા છે. બેઉ ખભાઓ પર ઓઢેલી સંઘાટી ગંધાર અસર ધરાવે છે. આ મૂર્તિ મૈત્રક શીલાદિત્ય ૧ લાના સમય (ઈ. સ. ૧૯૦-૬૧૫)ની મનાય છે. ઈ. સ. ૬૦૦ થી ૬૨૦ ના અરસાની સરસ્વતીની મૂર્તિમાં દેવીના મસ્તક પાછળ મણકાદાર આભામંડળ શોભે છે. એવી એણે મસ્તક પર ત્રિકૂટ મુકુટ અને છાતી પર એકાવલી અને ઉર:સૂત્ર ધારણ કર્યા છે. ઉત્તરીયની કિનારી પર મણકા અને છેડા પર ભૌમિતિક આકૃતિઓ અંકિત છે. કટિ પરનું અધોવસ્ત્ર સ્થાનિક “વિકચ્છ” શૈલીમાં છે. દેવીએ હાથમાં લાંબી નાળવાળું કમળ ધારણ કર્યું છે. એનાં સપ્રમાણ દેહલતા અને ધ્યાનમગ્ન દીધું નેત્રો નોંધપાત્ર છે. આ કાલનાં પૂર્વ ભારતમાંથી મળેલાં કેટલાંક ધાતુશિલ્પ ગુપ્તશૈલીનાં લક્ષણો અને પરંપરા જાળવી રાખતાં જોવા મળે છે. દેઉલવાડીમાંથી બૌદ્ધ દેવી સરવાણીનું એક શિલ્પ મળ્યું છે. એની બંને બાજુએ શ્રી અને સરસ્વતી ચામરધારિણી તરીકે ઊભાં છે. પિતાના વાહન સિંહ પર ઊભી રહેલી દેવીના ઊભા રહેવાની છટા
SR No.023332
Book TitleBharatiya Prachin Shilpkala
Original Sutra AuthorN/A
AuthorPravinchandra C Parikh
PublisherUniversity Granthnirman Board
Publication Year1978
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy