SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ પરિ. ૧ઃ માટીનાં પકવેલાં શિ ૨૦૧ શિવનું મસ્તક જાણે એ પથ્થરની મૂર્તિ હોય એવું સુંદર બન્યું છે. અહિચ્છત્રામાંથી એક શિર-વિહીન પીઠાસનસ્થ ચામુંડાની મૂર્તિ પણ મળી છે. અહીંથી મળેલી અને હાલ દિલ્હીના નેશનલ મ્યુઝિયમમાં સુરક્ષિત ગંગા અને યમુનાની મનુષ્યકદની મૂર્તિઓ ત્યાંના શિવ મંદિરના ઉપરના ભાગ પર જતી સીડીની બંને બાજુએ ચડેલી હતી. કસિયામાંથી મળેલી અને લખની મ્યુઝિયમમાં સુરક્ષિત મનુષ્ય કદની સ્ત્રીમૂર્તિ પણ ધ્યાનપાત્ર છે. આ સ્ત્રી બે બાળકોને લઈને બેઠેલી છે. અંદરથી પોલી અને પકાવ્યા વગરની આ મૂર્તિ પર રંગ કર્યાનાં ચિહ્ન નજરે પડે છે. ગુપ્તકાળથી સ્થાપત્યમાં માટીને ઉપયોગ તથા ઇંટોના ચણતરની પ્રવૃત્તિ વધી હતી. પરિણામે પકવેલી માટીનું કલાક્ષેત્ર વધ્યું હતું. માટીકલા સ્થાપત્યના સુશોભનમાં વપરાવા લાગી. કોતરેલી ઇંટોમાં મનુષ્ય અને પશુઓની આકૃતિઓ અને વેલબુટ્ટાનાં રૂપાંકનો થવા લાગ્યાં. આવી ભાત મુખ્યત્વે સહરી બહલોલ, તખ્ત બહાઈ, જમાલગઢી (પંજાબ), હરવાન (કાશ્મીર), હનુમાનગઢ, સુરતગઢ, રંગમહલ, વારપાલ (રાજસ્થાન), બ્રાહ્મણાબાદ અને મીરપુરખાસ(સિંધ) પવાયા(મધ્યપ્રદેશ), સાહેતમાહેત, કોસમ, ભિતરગાંવ, અહિચ્છત્રા, રાજઘાટ, કસિયા (ઉત્તરપ્રદેશ) અને મહાસ્થાન, તાલુક તથા બાગઢ(બંગાળ)માંથી મળી આવેલ છે. ધાર્મિક સ્થાન અને મંદિરોની દીવાલો શણગારવા માટે વપરાતાં પકવેલી માટીનાં આ વાસ્તુલકો દેવી અને અર્ધદૈવી આકૃતિઓ પૌરાણિક પ્રસંગો, લોકકથાઓ અને દૈનિક જીવનનાં દશ્યો ધરાવે છે. ૫) ગુપ્તત્તરકાલ ઉત્તરકાલમાં પણ માટીનાં પકવેલાં શિલ્પો બનાવવાની પરંપરા ચાલુ રહી. એમાં પણ રમકડાં ઉપરાંત ધાર્મિક કાર્ય માટે પકવેલી માટીનાં શિલ્પોનો ઉપયોગ થતો જોવા મળે છે. દક્ષિણ ભારતમાં આજે પણ માનતા પૂરી કરવા માટે માટીનાં રમકડાં, ઘોડા અને હાથી મંદિર પાસે મૂકાતાં નજરે પડે છે. મણારગુડીના કૃષ્ણ મંદિરની પ્રતિમા સંતાનગોપાલને સેંકડોની સંખ્યામાં બાળકોની આકૃતિઓ અર્પણ કરવામાં આવે છે. આ રીતે ભારતના અન્ય ભાગોમાં પણ માતંતા માટેનાં રમકડાં તૈયાર કરવામાં આવે છે. મહારાષ્ટ્રમાં વિનાયક ચતુર્થીને દિવસે માટીમાંથી ગજાનનનાં પૂર્ણમ્ તું અને અંશમ્ ર્ત એમ બંને પ્રકારનાં કલાત્મક શિલ્પો બનાવવામાં આવે છે. બંગાળમાં સરસ્વતી અને દુર્ગાપૂજા વખતે માટીની ભવ્ય મૂર્તિ કરવામાં આવે છે.
SR No.023332
Book TitleBharatiya Prachin Shilpkala
Original Sutra AuthorN/A
AuthorPravinchandra C Parikh
PublisherUniversity Granthnirman Board
Publication Year1978
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy