SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ ૨. આદ્ય-ઐતિહાસિક શિલ્પો (ઈસ. પૂર્વે ૨૫૦૦ થી ઈ.સ. પૂર્વે ૧૫૦૦) ભારતમાં આદ્ય ઐતિહાસિક સંસ્કૃતિની શોધે ભારતીય કલાપ્રવૃત્તિ ઈ.સ. પૂર્વે ૨૫૦૦ વર્ષ સુધીની એટલે કે લગભગ સાડા ચાર હજાર વર્ષ જેટલી જૂની હોવાનું નિશ્ચિત કરી આપ્યું છે. વળી ત્યાં પ્રાપ્ત થયેલાં શિલ્પો તથા મુદ્રાઓ પરનાં આલેખન વિકસિત સ્વરૂપનાં હોવાના કારણે ભારતીય કલાપ્રવૃિત્તિાનાં મંડાણ એથીયે પહેલાના સમયમાં થયાં હોવાનું સૂચવાયું છે. ૧. પ્રાગૂ હડપ્પીય શિ૯૫પરંપરા બલુચિસ્તાન અને સિંધના પ્રદેશમાં ઈ.સ. પૂર્વે ૪000 થી નાના જૂથમાં વહેંચાયેલી ખેત જેવી આદિમ પ્રજાને વાસ હતો. એમની કૃપક સંસ્કૃતિ(peasant culture)ના ઘણા અવશેષો આ પ્રદેશમાં ઠેર ઠેર થયેલાં ખોદકામ દ્વારા પ્રાપ્ત થયા છે. આ નમૂનાઓ પ્રાથમિક અવસ્થાના હોવા છતાં નોંધપાત્ર છે. ચકચકિત વાસણ પરનાં ચિતરામણમાં નિષ્પન્ન થતા રંગેની અભિવ્યકિત અને રેખાઓનું માર્દવ તેમનામાં રહેલી કલા-સૂઝને વ્યકત કરે છે, પરંતુ આ આદિ પ્રજાના રૂપક્ષમ નમૂનાઓ કમનસીબે મળ્યા નથી. - ઈ.સ. પૂર્વે ૨૫૦૦ માં બલુચિસ્તાનમાં ઉત્તર અને દક્ષિણે બે ભિન્ન સંસ્કૃતિઓ અસ્તિત્વમાં હોવાનું જાણવામાં આવ્યું છે. બલુચિસ્તાનમાં ઉત્તરે આવેલ ઝાબ (Zhob) નદીના કાંઠેથી એક સંસ્કૃતિની વસાહતો મળી છે. તે આ પ્રદેશમાં દક્ષિણે કુલ્લી (kulli) અને મકાન (Makran) સંસ્કૃતિ અસ્તિત્વમાં હોવાનું જણાય છે. ઝેબ અને કુલ્લી-આ બંને સંસ્કૃતિની એકબીજા પરની અસર એમના વિકાસના શરૂઆતના તબકકામાં દષ્ટિગોચર થાય છે. આ બંને સંસ્કૃતિઓ તેમની ઉત્તરાવસ્થામાં હડપ્પા સભ્યતામાં ભળી જતી જોવા મળે છે. ઝોબ અને કુલ્લી સંસ્કૃતિમાં સુઘાટય કલાનાં સર્વ પ્રથમ દર્શન થાય છે. સ્ત્રીઓ તથા પ્રાણીઓનાં અનેક મૃત્તિકા શિલ્પો ઝોબ તેમજ કુલ્લી સંસ્કૃતિમાંથી મળી આવ્યાં છે. કુલી સંસ્કૃતિના વિસ્તારમાંથી મળી આવેલ ખાંધવાળા વૃષભનું શિલ્પ તેના શરીર પર ચિત્રિત કરેલી ઊભી રેખાઓ તથા ખાંધ પર તેમજ -આગલા બે પગ પર અંકિત કરેલ ચેકડીઓના કારણે ખાસ નોંધપાત્ર બને છે.
SR No.023332
Book TitleBharatiya Prachin Shilpkala
Original Sutra AuthorN/A
AuthorPravinchandra C Parikh
PublisherUniversity Granthnirman Board
Publication Year1978
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy