SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ પરિ. ૧૦ માટીનાં પકવેલાં શિ શિલ્પ “અપ્સરા’નું છે અને અશ્વઘોષના “સૌદરાનંદ' કાવ્યમાં આવતી માયા નામની અપ્સરાનું વર્ણન આને બંધબેસતું આવે છે. છે. જહોનસ્ટન આ શિલ્પને ગંગાના મુખ્ય પ્રદેશની વર્ષ અને ફળદ્રુપતાની દેવીનું હોવાનું ધારે છે. આવું જ એક બીજું શિલ્પ કોસમમાંથી મળેલું, જે કલકત્તાના ઇન્ડિયન મ્યુઝિયમમાં સુરક્ષિત છે. એમાં મસ્તક પર ધારણ કરેલ વેપ્ટન શુંગકાલીન ઘણાં પાષાણશિલ્પ-સાંચી, બોધગયા વગેરે પર જોવા મળે છે. આને મળતું આવતું એક શિલ્પ વૈશાલી (બસાઢ)માંથી મળ્યું છે. આ શિલ્પ પંખયુકત દેવીનું છે. દેવી કમળ પર ઊભેલાં છે અને એની બંને બાજુએ કમળનાળ અને કમળ ઝૂલી રહ્યાં છે. તાપ્રલિપ્તિમાંથી આવું જ એક પાંખાળા દેવનું શિલ્પ મળી આવ્યું છે, જે હાલ કલકત્તાના આસુતોષ મ્યુઝિયમમાં સંગૃહીત છે. આઈ શક-કુષાણ કાલઃ શક કુષાણ કાલનાં માટીનાં શિલ્પોને વિપુલ જથ્થો તક્ષશિલા(ગંધાર શૈલી) ને મથુરા(મથુરા શૈલી)માંથી મળે છે. તદુપરાંત આ પ્રકારનાં શિલ્પ કૌશાંબી, ભીટા, રાજઘાટ, વૈશાલી, વગેરે સ્થળોએથી પણ મળી આવ્યાં છે. આમાં મથુરામાંથી મળેલાં મસ્તકો(આકૃતિ ૪૬), રાજઘાટમાંથી પ્રાપ્ત થયેલ ટ્રિલિંગી માનવપુરુષ અને પશુ-સ્ત્રીનું મિશ્રશિલ્પ તથા બાનગઢમાંથી મળેલ બાણધારી પુરુષઆ કાલનાં ઉત્તમ પ્રકારનાં શિલ્પ છે. આ કાલનાં માટીનાં શિલ્પમાં પાષાણ શિલ્પની પરંપરા સંપૂર્ણ આકાર પામી છે એ તેની વિશેષતા છે. અહિચ્છત્રામાંથી આ કાલની કેટલીક તકતીઓ મળી છે જેમાં મિથુન શિલ્પો કંડારાયાં છે. આ બધામાં પ્રેમાસકિતભાવ વ્યકત થાય છે (આકૃતિ ૪૭). શામળાજી (ગુજરાત) પાસે દેવીની મોરીની બુદ્ધ મૂર્તિઓ તેમજ ઈટ પરનાં સુશોભન ક્ષત્રપકાલીન(ઈ. સ. ની ૪થી સદીનાં) છે. એમાં ગંધારની ગ્રીક-રોમન તેમજ મધ્યભારતની ભરહુત, સાંચી, વગેરે સ્થળોનાં શિલ્પની શૈલીનું મિશ્રણ નજરે પડે છે. ૪) ગુસ્તકાલ ગુપ્તકાલમાં માટીનાં બધાં શિલ્પો એકવડા બીબા વડે બનેલાં છે. એમને ફલકો પર બનેલાં અંશમૂર્ત શિલ્પ કહેવાં વધુ યોગ્ય લાગે છે. ઉપલબ્ધ નમૂનાઓમાં સૌથી વિશેષ સંખ્યા નાના કદની તકતીઓની છે. રોજિંદા માનવજીવનનું આલેખન કરતી આવી તકતીઓની વચમાં કાણું હોય છે તે પરથી એને ઘરમાં દીવાલ પર સુશોભનાર્થે લટકાવવામાં આવતી હોવાનું અનુમાન કરવામાં આવ્યું છે. આ તકતીઓમાં તત્કાલીન સામાજિક રૂચિ, ફેશન અને માન્યતાઓનું અંકન થયું છે. એમાં પણ નારીજીવનનાં જુદાં જુદાં રૂપોનું વિશિષ્ટ અંકન થયું
SR No.023332
Book TitleBharatiya Prachin Shilpkala
Original Sutra AuthorN/A
AuthorPravinchandra C Parikh
PublisherUniversity Granthnirman Board
Publication Year1978
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy