SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ ૧. માટીનાં પકવેલાં શિલ્પ માટીના માધ્યમથી શિલ્પ બનાવવાની કલ્પના કદાચ માણસને એની સભ્યતાના આરંભના દિવસમાં આવેલી હતી અને આજ દિન સુધી અવિરતપણે આ પરંપરા ચાલુ રહી છે. ભારતમાં આ કલાનો પ્રસાર દક્ષિણની અપેક્ષાએ ઉત્તરમાં અધિક થયેલો જોવા મળે છે. એની પાછળ સામાન્ય માણસ પણ માટીના માધ્યમથી પોતાની કલાપ્રતિભા બતાવી શકે એવી ચિકણી માટીની ઉત્તર ભારતનાં મેદાનોમાં થતી ઉપલબ્ધિ હોવાનું જણાય છે. માટીમાં બહુ સહેલાઈથી ઘાટ નીપજાવી શકાતો હોવાને લઈને તદ્દન પ્રાથમિક અવસ્થાના માનવોથી માંડીને સભ્ય માનવની સર્જનાત્મક ઝંખનાને એમાં આકાર અપાયા છે. માટીમાં ઘાટ પામેલા આકારોનું વૈવિધ્ય ઘરગથ્થુ ચીજવસ્તુઓ કે રમકડાં પૂરતું સીમિત ન રહેતાં મોટા કદનાં પૂર્ણ મૂર્ત કે અંશમૂર્ત શિલ્પો સુધી વિસ્તરેલું જોવા મળે છે. પથ્થરનાં શિલ્પોની જેમ માટીનાં શિલ્પો પણ લાંબા કાલ સુધી જળવાઈ રહેતાં હોવાથી ઘણા પ્રાચીન સમયમાં કાચી તેમજ પકવેલી માટીનાં શિલ્પના અવશેષ વિપુલ પ્રમાણમાં ઉપલબ્ધ થયા છે. ભારતમાં સર્વ પ્રથમ આઘ-તિહાસિક કાલનાં માટીનાં પકવેલાં શિલ્પ કુલી, ઝોબ, કવેટા તેમજ સિંધુ ખીણની સભ્યતાનાં સ્થાનમાંથી મળી આવ્યાં છે. આ શિમાં સ્થાનિક લોકકલાનું પ્રતિબિંબ પડે છે. આ અને ઉત્તરકાલનાં શિલ્પ પરથી જણાય છે કે સમાજના ઉપલા સ્તરની વિશિષ્ટ માગના સંદર્ભમાં ઉત્કૃષ્ટ પ્રકારનાં પાષાણ અને ધાતુનાં શિલ્પોને પોષણ મળતું હતું, જ્યારે સમાજના નીચલા સ્તરની પ્રચંડ માગને માટીનાં શિલ્પો પૂરી પાડતાં હોવાથી એ સ્તરમાં લોકકલા સ્વરૂપે એને વિકાસ થતો હતે. (૧) પ્રકાર અને નિર્માણ-પદ્ધતિ સામાન્ય જનસમાજની જરૂરિયાતને પિષક લોકકલાના આ પ્રકારના શિલ્પવૈભવ વૈવિધ્યપૂર્ણ છે. ઘરગથ્થુ ઉપયોગ માટે, દેવસેવા કે પૂજન અર્થે, ગૃહસજાવટ માટે, બાળકોને રમવાનાં રમકડાં તરીકે અને જંતરમંતરના પ્રયોજનથી માટીનાં શિલ્પોનું નિર્માણ થયેલું જોવા મળે છે. વિદેશો સાથેના વ્યાપાર વિનિમયમાં માટીમાંથી બનાવેલી મુદ્રાઓને ઉપયોગ થતો. તેમાં પણ પ્રજાજીવનના ઉન્મેષ
SR No.023332
Book TitleBharatiya Prachin Shilpkala
Original Sutra AuthorN/A
AuthorPravinchandra C Parikh
PublisherUniversity Granthnirman Board
Publication Year1978
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy