SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ ૭: અનુ-ગુપ્તકાલીન શિક્ઝકલા ૧૫૩ ચાલુકય નરેશોની ધર્મસહિષ્ણુ નીતિના કારણે દખ્ખણમાં બૌદ્ધધર્મનો પ્રભાવ ચાલુ રહ્યો. અજંટા એલેરા અને ઔરંગાબાદમાં આ કાળ દરમ્યાન બૌદ્ધ લગૃહો કંડારાયાં. અજટામાં આ કાળ દરમ્યાન પણ બૌદ્ધ ગુફાઓ કંડારવાની પ્રવૃત્તિ મોટા પાયા પર ચાલુ રહી. ગુફા નં. ૧ થી ૫ અને ૨૧ થી ૨૯ કંડારાઈ, જેમાંની નં. ૨૬ સત્ય અને બાકીની બધી વિહાર સ્વરૂપની છે. આ બધી ગુફાઓ મહાયાન સંપ્રદાયની છે. ગુપ્તકાલમાં આ શૈલગૃહોમાં ઉત્કૃષ્ટ કક્ષાએ પહોંચેલી શિલ્પકલાનાં આ કાલમાં વળતાં પાણી થયેલાં જોવા મળે છે. ગુફા નં. ૧ના સ્તંભોની કુંભીઓ પરનાં દેવદેવીઓનાં અંશમ્ તું શિલ્પો તથા શિરાવટીઓ પરનું કોતરકામ એની મધ્યભાગે કંડારેલાં કીચકનાં શિલ્પો અને તેના નિર્ગત છેડાઓ ઉપર હાથમાં પુષ્પમાળાઓ લઈ આવી રહેલ ઉપાસક દેવયુગલની આકૃતિ નજરે પડે છે. ગુફાના પાછલા ગર્ભગૃહમાં ધર્મચક્રપ્રવર્તન કરતા બુદ્ધની મોટી પ્રતિમા છે. વિહારના વરંડામાં નરનારીઓનાં વંદો, ફૂલવેલની ભાત, બુદ્ધના જીવનપ્રસંગો અને અનેક પ્રાણીઓની મનહર લીલાઓનાં શિલ્પો કંડારેલાં છે. ગુફા નં. રના સ્તંભની શિરાવટીના ફલકની મધ્યમાં આમલક અને તેની બંને બાજુ કમલદલનાં શિલ્પ છે. ગુફાની બહાર પ્રવેશખંડની બંને બાજુ એક એક નાનું ચૈત્યગૃહ (ગર્ભગૃહ) કંડાર્યું છે, જેની આગળ કાઢેલી શૃંગારચોકીઓના સ્તંભ પર કંડારેલી શાલભંજિકાઓની શિલ્પકૃતિઓ આકર્ષક છે. આ ગુફાના પાછલા મુખ્ય ગર્ભગૃહમાં પણ વ્યાખ્યાન આપતા બુદ્ધની મોટી પ્રતિમા છે. ગુફા નં. ૪ના ગર્ભગૃહમાં વ્યાખ્યાન આપતા બુદ્ધની કદાવર પ્રતિમાની બે બાજુએ બોધિસત્ત્વ વજપાણિ અને બોધિસત્વ અવલોકિતેશ્વર નજરે પડે છે. ગુફા નં. ૩ અને ૫ નું કંડારકામ અધુરું રહી ગયું છે. ગુફા નં. ૨૧ થી ૨૫ અને ૨૭ થી ૨૯નું રૂપાંકન ગુફા નં. ૧ ના સાથે સામ્ય ધરાવે છે. ગુફા નં. ૨૬ના ચૈત્યગૃહમાં વરંડ, અભિત્તિ તેમજ ચૈત્યખંડમાં અનેક બોદ્ધ શિલ્પો કંડાયાં છે. સ્તંભોની આમલક ઘાટની શિરાવટીઓ આકર્ષક છે. સ્તૂપની પીઠિકા પરના ગેખલામાં સિંહાસન પર બેઠેલા ભગવાન બુદ્ધની પ્રતિમા નજરે પડે છે. એલોરા ભારતીય શિલ્પનું સુસમૃદ્ધ સર્વોચ્ચ કેન્દ્ર છે. બૌદ્ધ, બ્રાહ્મણ અને જૈન ત્રણેય ધર્મોની અહીં ગુફાઓ આવેલી હોવાથી એ ત્રણેયને લગતાં ધાર્મિક શિલ્પો અહીં વિપુલ પ્રમાણમાં દષ્ટિગોચર થાય છે. ૩૪ ગુફાઓ પૈકી ૧ થી ૧૨
SR No.023332
Book TitleBharatiya Prachin Shilpkala
Original Sutra AuthorN/A
AuthorPravinchandra C Parikh
PublisherUniversity Granthnirman Board
Publication Year1978
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy