SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ ૬ ઃ ગુપ્ત-વાકાટકકાલનાં પ્રશિષ્ટ શિરે પ્રશિષ્ટ કલાનો પ્રભાવ પણ પડવા લાગ્યો. આ પ્રભાવ ૫ મી-૬ ઠ્ઠી સદીઓનાં શિલ્પ પર જોવા મળે છે. આ કાલનાં શિલ્પમાં જોવા મળતાં ટૂંકું કદ અને વધારે સુદઢ બાંધા પૂર્વવત પશ્ચિમી શૈલીના અનુસરણરૂપ છે. પણ હવે પગના ઘૂંટણ અને પીંડી નીચેના ભાગને ધીરે ધીરે પાતળો બનાવાતો દૃષ્ટિગોચર થાય છે. આ શિલ્પમાં અર્ધમીલિત નેત્રી દ્વારા અંતર્મુખ જીવન અને આધ્યાત્મિક આનંદ સૂચવવાનું વલણ પ્રશિષ્ટ: કલાના પ્રભાવનું દ્યોતક છે. શામળાજીમાંથી મળેલ, વડોદરા મ્યુઝિયમમાં સુરક્ષિત વીરભદ્ર શિવ તેમજ દેવની મોરી પાસેના ગામેથી મળેલી બે માતૃકાઓ, અંબાજી પાસેની વાવના બે ગણો, ગોપના મંદિરની ઊભણી પરનાં કેટલાંક શિલ્પ, શામળાજી વિસ્તારમાંથી મળેલું મસ્તક વગરનું ઉભડક બેઠેલી કોઈ યક્ષી કે માદેવીનું માટીનું પકવેલું નાનું શિલ્પ અને અકોટામાંથી મળેલી આદિનાથની ખંડિત ધાતુપ્રતિમા વગેરે ગુપ્તકાલનાં કેટલાંક મહત્ત્વનાં શિલ્પો ગણાય છે. આમાં શામળાજીના વીરભદ્ર શિવનું શિલ૫ (આકૃતિ. ૩૭) ક્ષત્રપાલ અને મૈત્રકકાલની ગુજરાતની શિલ્પકલાને જોડતી કડીરૂપ હોવાથી તે વિશેષ નોંધપાત્ર ગણાવ્યું છે. પ્રસ્તુત શિલ્પમાં શિવ ત્રિભંગમાં ઊભેલા છે તેમના પગ ક્ષત્રપકાલીન શિલ્પની સરખામણીમાં પાતળા છે. તેમના ચાર હાથ પૈકી ડાબો પાછળનો અને જમણે આગળનો હાથ તૂટી ગયા છે; જમણા પાછળના હાથ વડે ત્રિશૂળ ધારણ કર્યું છે, જયારે ડાબો આગળનો હાથ જાનુ પર ટેકવેલો છે. ડાબા ઉપલા હાથમાં સર્પ પકડેલો હશે એમ સર્પના વૃત્તાકાર અંગ પરથી જણાય છે. તેમણે બારીક અધોવસ્ત્ર પહેર્યું છે, જેમાંથી તેમનું ઊર્ધ્વ શિશ્ન દેખાય છે. વસ્ત્રના છેડાને ગોમૂત્રિકા ઘાટ અપાયો છે. વસ્ત્ર ઉપર વ્યાઘચર્મ બાંધેલું છે. જેમાંનું વ્યાઘમુખ ડાબા જાનુ પર નજરે પડે. છે. શિવે મસ્તક પર જટામુકુટ બાંધેલો છે. વાળની કેટલીક લટો ખભા પર પથરાયેલી છે. દેવે કાનમાં ભારે કુંડળ, ગળામાં મુકતામાળા, હાથ પર બાજુબંધ અને વય ધારણ કર્યા છે. તેમની પાછળ તેમનું વાહન નંદી છે. નંદીના મસ્તક અને ગળા પર આભૂષણો દૃષ્ટિગોચર થાય છે. એના ગળામાં બાંધેલી ઘૂઘરમાળા પણ સ્પષ્ટ જોવા મળે છે. પશ્ચિમ ભારતીય ૪ થી સદીનાં શિલ્પની પરંપરામાંથી ઊતરી આવેલી અને પૂર્વ તથા ઉત્તર ભારતનાં પ્રશિષ્ટ શિલ્પાથી જુદી પડતી આ. પાંચમી સદીની નમૂનેદાર પ્રતિમા છે. ૫) દખણ વાકાટક રાજાઓના પ્રોત્સાહન નીચે કંડારાએલ શૈલગૃહોના કંડારકામમાં શિલ્પને પણ પૂર્વકાલની જેમ વિશિષ્ટ સ્થાન મળ્યું છે. દખ્ખણમાં અંશમૂર્ત
SR No.023332
Book TitleBharatiya Prachin Shilpkala
Original Sutra AuthorN/A
AuthorPravinchandra C Parikh
PublisherUniversity Granthnirman Board
Publication Year1978
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy