SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ ૬ : ગુપ્ત-વાકાટકકાલનાં પ્રશિષ્ટ શિપ ૧૩૭ પારખી શકાય છે. એમાં શિવહર)ને ઊર્ધ્વશિશ્ન બતાવ્યા છે. વિદિશામાંથી રામગુપ્તના સમયના લેખવાળી ત્રણ જિનપ્રતિમાઓ મળી છે. યોગમુદ્રામાં પદ્માસન લગાવીને બેઠેલા તીર્થંકરના મસ્તક પાછળ અલંકૃત પ્રભામંડળ, બંને બાજુ એક એક ચામરધારી, આસન-પીઠિકાની મધ્યમાં ચક્ર અને બંને છેડે એક એક સિંહ કંડાર્યા છે. એકંદરે આ મૂર્તિઓ કુષાણકાલીન મથુરાકલાના પ્રભાવવાળી છે. અલબત્ત, અંગમાં અપાયેલી નરમાઈ અને ભાવાભિવ્યકિત ગુપ્તકાલીન પ્રભાવ દર્શાવે છે. ગુપ્તકાલમાં વિષ્ણુનું વાસુદેવ રૂપે મૂર્તિ-વિધાન વિશેષ થતું હતું. એમાં ચતુર્ભુજ દેવના હાથમાં અનુક્રમે અભયમુદ્રા, ગદા, ચક્ર અને શંખ કે અમૃતકુંભ કે કટયવલંબિત હસ્ત જણાય છે. આ સ્વરૂપનો એક સારો નમૂને ગ્વાલિયર મ્યુઝિયમમાં જોવા મળે છે. મધ્ય પ્રદેશમાં ધારની નૈઋત્યે ૨૫૦ માઈલ દૂર બાઘની બૌદ્ધ ગુફાઓ આવેલી છે. આ ગુફાઓમાં નરમ રેતિયા પથ્થરને કારણે શિલ્પાંકનોનું પ્રમાણ જૂજ જોવા મળે છે. વળી ઘણાં શિલ્પો ખવાઈ ગયેલાં છે. બચેલાં શિલ્પમાં બુદ્ધ અને બધિસો, યક્ષ અને નાગલોકો, શાલભંજિકાઓ, માનવમુખાકૃતિઓ, પ્રાણીઓ અને વેલબુટ્ટાનાં સુશોભન જોવા મળે છે. સ્વરૂપ અને શૈલીની દૃષ્ટિએ આ શિલ્પ અજંટાનાં સમકાલીન શિલ્પોને મળતાં છે. ગુફા નં. ૨ ના ગર્ભગૃહના દ્વારની બંને બાજુની દીવાલ પર ત્રણ-ત્રણ વિશાળકાય પ્રતિમાઓ કરેલી છે. આ બંને બાજુની ત્રિપુટીએમાં વચ્ચે ભગવાન બુદ્ધ અને તેની આસપાસ એક એક બોધિસત્ત્વની પ્રતિમા કોરેલી છે. બધી જ પ્રતિમાઓ પદ્માસન પર ઊભેલી છે. બંને બાજુના બુદ્ધ એકસરખું સ્વરૂપ ધરાવે છે. પદ્માસન પર ઊભેલ બુદ્ધનો જમણો હાથ વરદમુદ્રામાં છે, જ્યારે ડાબા હાથ વડે ખભા પાસે વસ્ત્રને છેડો પકડ્યો છે. વસ્ત્ર ઉપવીતની જેમ ધારણ કરાવેલું છે. બુદ્ધના મસ્તક પર ઉણીષ છે, પરંતુ કપાળમાં ઊર્ણ કરેલ નથી. બોધિસત્તની પ્રતિમાઓમાં બુદ્ધની જમણી બાજુના બોધિસત્વે જમણા હાથ વડે પોતાના ખભા પર ચામર ધારણ કર્યું છે, જયારે ડાબી બાજુના બોધિસત્વે પદ્મકલિકાગુચ્છ ધારણ કર્યો છે. તેમણે ડાબો હાથ અવસ્ત્રની ગાંઠ પર રાખેલ છે. ગર્ભગૃહના પ્રવેશદ્વારની બંને બાજુએ દ્વારપાળની જેમ ઊભેલા બે પુરુષોની પ્રતિમા પણ એ બે બોધિસત્વોની જ છે. આ પ્રતિમાઓ પણ પદ્માસન પર ઊભેલી છે. જ્યણી બાજુના બોધિસત્વના જટાબંધમાં અને ડાબી બાજુના બોધિસત્ત્વના મુકુટમાં અભયમુદ્રા સાથે બેઠેલા ધ્યાની બુદ્ધની નાની આકૃતિ જોવા મળે છે. જમણી બાજુની પ્રતિમાનો જમણો હાથ ખંડિત છે, પરંતુ એ હાથ
SR No.023332
Book TitleBharatiya Prachin Shilpkala
Original Sutra AuthorN/A
AuthorPravinchandra C Parikh
PublisherUniversity Granthnirman Board
Publication Year1978
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy