SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૨ ભારતીય પ્રાચીન શિલા ધાતુપ્રતિમા દેહસૌષ્ઠવ અને ભાવાભિવ્યકિતમાં બંગાળની સર્વોત્તમ પ્રતિમા ગણાય છે. આસામના દારંગ જિલ્લાના એક પ્રાચીન મંદિરની દ્વારશાખા પર કોતરેલ ગંગા અને યમુનાનાં શિલ્પો લૌકિક ભાવનાં સરસ દષ્ટાંત રૂપ છે. રજના(જિ. મુંગેર)માંથી પ્રાપ્ત સ્તંભ પર કિરાતાજુનીયનાં દૃશ્ય અંશમૂર્ત થયાં છે. આ સ્તંભે કલકત્તાના ઇન્ડિયન મ્યુઝિયમમાં સુરક્ષિત છે. એમાં ગંગાવતરણ, શિવદ્વારા માનિની પાર્વતીને મનાવવાના પ્રયાસ, ગણેનું નૃત્ય, કિરાતરૂપી શિવ સાથે અર્જુનનું યુદ્ધ, અર્જુન દ્વારા પાશુપત-અસ્ત્રની પ્રાપ્તિ વગેરે દ મનહર છે. ઉત્તર બંગાળના પહાડપુર(રાજશાહી)ના મંદિરની દીવાલ પર રામાયણ અને મહાભારતની કથાઓ ઉપરાંત કૃષ્ણચરિતને લગતા પ્રસંગે સુંદર રીતે આલેખાયા છે. એમાં કૃષ્ણજન્મ, બાળકૃષ્ણને ગોકુલ લઈ જવા, ગોવર્ધન-ધારણ વગેરે પ્રસંગો ખાસ ધ્યાન ખેંચે છે. એક દશ્યમાં બે રાક્ષસોને એમના પૂછડાં પકડી જોરથી પગ નીચે દબાવતા બાળકૃષ્ણનું આલેખન થયું છે. ભારત-કલા-ભવન, બનારસમાં આ કાલની એક ગોવર્ધનધારી કૃષ્ણની વિશાળ મૂર્તિ સુરક્ષિત છે. ૩) મધ્ય ભારત ગુપ્તકાલની સારનાથ કલાને પ્રભાવ મધ્ય ભારતમાં પણ કુમારગુપ્ત ૧ લાના સમયથી પહોંચી ગયો. અલબત્ત, આ વિસ્તારમાં પૂર્વકાલમાં સાંચી બેસનગર અને ભરહુતમાં અનુ-મૌર્યકાલની મથુરાકલાનો પ્રસાર થયો હતો અને એમાં સ્થાનિક તત્ત્વોના પ્રભાવવાળી શૈલીએ શિલ્પ બનતાં હતાં. આથી આ પ્રદેશનાં શિલ્પમાં સારનાથનાં શિલ્પને મુકાબલે સ્થૂળતા વધારે અને ભાવાભિવ્યકિત ઓછી જોવા મળે છે. ઉદયગિરિ, એરણ, દેવગઢ, ભૂમરા, ખેહ, વિદિશા, બાઘ વગેરે સ્થાને એથી ઉપલબ્ધ શિલ્પાવશેષો આના સૂચક છે. મધ્ય ભારતમાં સાંચીથી ૮ કિલોમીટર દૂર ઉદયગિરિની ટેકરીમાં ઈ.સ.ની ૪ થી ૫ મી સદીના સમયની ૧૨ જેટલી ગુફાઓ આવેલી છે. આ ગુફાઓ પૈકીની એક ગુફાને બાદ કરતાં બાકીની બ્રાહ્મણ ધર્મને લગતી છે. શિલ્પકલાની દૃષ્ટિએ આ ગુફાઓમાં ૪ થી સદી સુધી સાંચી, બેસનગર અને સંભવત: કુષાણકાલની મથુરાકલાના પ્રભાવવાળી પ્રાચીન પરંપરા પ્રચલિત હોવાનું જણાય છે. ચંદ્રગુપ્ત ૨ જાના સમયમાં એ પરંપરાગત શૈલી નવીન સ્વરૂપ ધારણ કરી ગુપ્ત શૈલીના ઉન્નત શિખર તરફ અગ્રેસર થતી જોવા મળે છે. અહીંની મોટા ભાગની ગુફાની બારશાખો ફુલવેલની ભાત તેમજ હાથમાં ઘટ લઈ ઊભેલ નારીસ્વરૂપ ગંગાયમુનાનાં શિલ્પથી અલંકૃત છે. ગંગાનું મકરવાહિની અને યમુનાનું કુર્મવાહિની સ્વરૂપ અહીં સર્વ
SR No.023332
Book TitleBharatiya Prachin Shilpkala
Original Sutra AuthorN/A
AuthorPravinchandra C Parikh
PublisherUniversity Granthnirman Board
Publication Year1978
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy