SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૪ ભારતીય પ્રાચીન શિલ્પકલા દૃઢ રહી માર પર વિજય મેળવ્યા ને એના સાક્ષી તરીકે ભૂમિને રાખી તેનું સૂચન કરે છે. આ પ્રકારની મૂર્તિ આમાં જમણા ખભા પર સ`ઘાટીનો અભાવ, મસ્તક પર કયારેક બોધિવૃક્ષ અને આસન નીચે પૃથ્વીનું અંકન થયેલુ હોય છે. કેટલીક મૂર્તિ એમાં માર અને તેની પુત્રીઓની આકૃતિએ બતાવી છે. કેટલીકમાં પ્રભામંડળના ઉપરના ભાગમાં તમમાં વિઘ્ન કરતા રાક્ષસેા, તે કેટલીકમાં મારવિજયના ઉપલક્ષમાં બુદ્ધ પર પુષ્પવૃષ્ટિ કરતા દેવાની આકૃતિએ જોવા મળે છે. ધર્મચક્ર-પ્રવર્તન મુદ્રાના સર્વોત્તમ નમૂના સારનાથમાં ઉપલબ્ધ છે (આકૃતિ ૩૪). સારનાથમાંથી બુદ્ધે ધર્મ-ચક્ર--પ્રવર્તન કરેલુ હોવાથી અહીં એ સ્વાભાવિક પણ છે. આ મૂર્તિમાં ગુપ્તકાલીન પ્રશિષ્ટ કલાનાં તમામ લક્ષણા વિદ્યમાન છે. ૫ મી સદીની મનાતી આ પ્રતિમા હાલ સારનાથ મ્યુઝિયમમાં સુરક્ષિત છે. બુદ્ધ વજાયÖકાસન સ્થિતિમાં દૃઢપણે બેઠેલા છે. તેમના હાથની આંગળીઓની મુદ્રા સૂચવે છે કે તેઓ ધર્મચક્ર પ્રવર્તાવી રહ્યા છે. તેમના દક્ષિણાવર્ત કેશ અને ઉષ્ણીષ મસ્તક–શાભા વધારી રહ્યા છે. તેમણે બારીક વસ્ત્ર બંને ખભા પર ધારણ કરેલુ હોવાનું એ વસ્ત્રના આસન પર અવલંબિત છેડાઓ પરથી જણાય છે. મસ્તકને ફરતું પ્રભામંડળ સુંદર રૂપાંકન ધરાવે છે, જેના બે ખૂણાઓ પર પુષ્પ-પાત્ર ધારણ કરેલા એક એક અર્ધ-દેવતાની આકૃતિ કંડારી છે. પ્રભામ`ડળની નીચે અને પ્રતિમાના પૃષ્ઠ-પથ્થર પર ક ડારેલી આકૃતિઓમાં નીચેના ભાગમાં બે વ્યાલ પેાતાના મસ્તક પર ઉપલા પથ્થર ધારણ કરી રહેલા જોવા મળે છે. એ ઉપલા પથ્થરમાં પુષ્પા અને પર્ણમાંથી મકરમુખ બહાર આવતું જણાય છે. પ્રતિમાની નીચેના આસનની મધ્યમાં ચક્ર અને તેની બંને બાજુએ એક એક હરણની આકૃતિ દૃષ્ટિગોચર થાય છે. તે સારનાથના મૃગદાવમાં બુદ્ધના ધચક્ર-પ્રવર્તનનું સૂચન કરે છે. ધર્મચક્રની ડાબી બાજુ ત્રણ અને જમણી બાજુ બે મળીને કુલ પાંચ ભિક્ષુઓ દર્શાવ્યા છે. બુદ્ધે આ ભદ્રવર્ગીઓને સર્વપ્રથમ ઉપદેશ કર્યો હતો. આસન પર જમણી બાજુના છેડે એક બાળક અને એક સ્ત્રીની આકૃતિ જણાય છે. તે સંભવતઃ આ મૂર્તિની દાતા મહિલા હોવાનુ જણાય છે. મૂર્તિકલાની દૃષ્ટિએ ગુપ્તકલાની આ સર્વોત્કૃષ્ટ કૃતિ છે. પ્રતિમા-વિધાન નિયામાધીન રૂપરેખા અનુસાર વજાપ`કાસનમાં કરેલુ હાવાથી બુદ્ધ સ્થિર બેઠેલા છે તેમ છતાં યુવાન ચહેરો, અર્ધમીંચી આંખો અને મુખ પરનું મૃદુ હાસ્ય તેમના દેહની ચુસ્ત સ્થિતિને સ્વસ્થ અને કોમળ બનાવે છે. અંગાની ગોળાઈ અને સુડોળપણું મૂર્તિને સમતુલા અને ઓજ આપે છે. મૂર્તિમાં રસ, અંગાની ભાવભંગી, રૂપ, ઔચિત્ય અને ભાવવ્યંજનાની શ્રેષ્ઠ અભિવ્યકિત થઈ છે. સારનાથના બુદ્ધ પોતાના બાહ્ય સૌંદર્યથી પ્રેક્ષકોનાં નેત્રોને
SR No.023332
Book TitleBharatiya Prachin Shilpkala
Original Sutra AuthorN/A
AuthorPravinchandra C Parikh
PublisherUniversity Granthnirman Board
Publication Year1978
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy