SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ પ અનુમૌર્યકાલીન શિ૦૫ છે. મૂર્તિઓ આકારમાં કંઈક લાંબી અને બેડોળ બની ગઈ છે. શરીર પર મોતીઓની માળાઓનું બાહુલ્ય છે. સ્ત્રીપુરૂએ નહીં પ્રથમ વાર મુકતાફળનાં યજ્ઞોપવીત ધારણ કર્યા છે. આભૂષણમાં સૂક્ષ્મ મોતીઓની માલાઓનો રિવાજ અહીં પહેલી વાર દૃષ્ટિગોચર થાય છે, જે ગુપ્ત કાલમાં વ્યાપક સ્વરૂપે દેખા દે છે. વળી આ કાલમાં સૌ પ્રથમ વાર સીમા-મકરિકા(દામણી) નામનું શિરોભૂષણનું અંકન નજરે પડે છે. આ આભૂષણ ગુપ્ત કાલમાં ખૂબ પ્રચલિત બન્યું હતું. તેવી રીતે સિંહમુખ કે કીર્તિમુખ તરીકે ઓળખાતું “ગાસ” અલંકરણ પણ અહીં જ સર્વ પ્રથમ જોવા મળે છે. યજ્ઞોપવીત, સીમા-મકરિકા, કીર્તિ મુખગ્રાસ, સ્ત્રી પુરૂષ સહિત ગવાક્ષ વાતાયન, મકરતરણ વગેરે તો અમરાવતીનાં ચેથી અવસ્થાનાં શિલ્પાનાં વિશિષ્ટ લક્ષણ તરીકે આકાર પામતાં જણાય છે. નાગાજુનીકેડાનાં શિલ અમરાવતી સમાન મૂર્તિશિલ્પ અને શિલ્પપટ્ટો નાગાર્જ નીકડાના સ્તૂપ પર પણ જોવા મળે છે. આજે મૂળ સ્તૂપ હયાત નથી પણ એ તેના સ્થાનની નિકટના સરકારી મ્યુઝિયમમાં સુરક્ષિત રખાયા છે. એમાં નીચેનાં દશ્યો અંકિત થયેલાં છે: ૧. તુસિત સ્વર્ગમાં દેવો દ્વારા બોધિસત્વ પૃથ્વી પર જન્મ લે તેવી પ્રાર્થનાનું દશ્ય. એમાં બોધિસત્વ લલિતાસનમાં બેઠેલા છે. તેઓ જમણા હાથની મુદ્રા વડે દેવોની પ્રાર્થનાનો સ્વીકાર કરે છે. એમની ચોપાસ આઠ દેવો ઊભેલા કે બેઠેલી સ્થિતિમાં છે. સમગ્ર શિલ્પશ્યના આયોજનમાં સપ્રમાણતા જળવાઈ છે. વેશભૂષા અને અલંકરણો નયનરમ્ય છે. પટ્ટની ઉપલી બાજુએ ત્રણ સુશોભન-પટ્ટિકાઓ છે. તેમાં અનુરૂપ કમળ, વ્યાધ કે ગ્રાસ અને ત્રિરત્નની હારમાળા કોતરેલી છે. શ્વેત હાથીના રૂપમાં બુદ્ધનું અવતરણ (ગર્ભાવક્રાંતિ), દેવો દ્વારા બુદ્ધની પૂજા અને બુદ્ધિનું આસન દેવોએ સ્કંધ પર ધારણ કર્યાનું દશ્ય અંકિત થયું છે. ૩. સ્વપ્નકથન–રાજા શુદ્ધોદન બુદ્ધ-જન્મનું જન્મફળ સાંભળી રહ્યા છે. જતિ પીની ડાબી બાજુએ શુદ્ધોદન અને માયાદેવી બેઠાં છે. જમણી બાજુએ માયાના ગર્ભનું રક્ષણ કરતા ઈન્દ્ર સહિત ચાર દેવો બેઠા છે. તેમની સાથે બ્રાહ્મણ. વેશધારી જ્યોતિષી છે. ભા. પ્રા. શિ. ૮
SR No.023332
Book TitleBharatiya Prachin Shilpkala
Original Sutra AuthorN/A
AuthorPravinchandra C Parikh
PublisherUniversity Granthnirman Board
Publication Year1978
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy