SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ ૫ : અનુસૌય કાલીન શિલ્પકલા જગ્ગયપેટ તથા અમરાવતીના સ્તૂપ પરનાં શિલ્પામાં વેગી શૈલીનાં પ્રાથમિક લક્ષણા પ્રગટ થાય છે. અમરાવતી આ શૈલીનું મુખ્ય કેન્દ્ર હોય એમ લાગે છે. આ શૈલી ઈ.સ. ની ૨ જી સદી સુધીમાં તેની સર્વોત્કૃષ્ટ કક્ષાએ પહોંચી હતી. નાગાર્જુની, અલ્લુરુ, ગુમડીડુ અને ગાલ્લી વગેરે સ્થળોએથી પણ આ શૈલીનાં શિલ્પા મળી આવ્યાં છે. આ શૈલી તેનાં સ્થાનિક લક્ષણા સાથે શક-કુષાણ—આંધ્રકાલીન શિલ્પશૈલીનાં તમામ આગવાં લક્ષણો ધારણ કરતી જણાય છે. આથી દક્ષિણમાં વિકાસ પામેલી આ શૈલી રૂપવિધાનની દૃષ્ટિએ ઉત્તર ભારતીય હતી એમ કહી શકાય.. અમરાવતીની ઉત્કૃષ્ટ શિલ્પકલાના દ્યોતક નમૂનાઓ અસલ સ્થળ પર મેાજુદ નથી, પણ તેનાં ઘણાં શિલ્પો પૈકીનાં કેટલાંક સ્તૂપની વેદિકા અને કિા તથા અંડનાં શિલ્પા હાલ લંડનના બ્રિટિશ મ્યુઝિયમમાં સુરક્ષિત છે. ૧૦૯ અમરાવતીનાં જેવાં જ નાગાર્જુનીકોંડાનાં શિલ્પા છે. આ શિલ્પા ઈ.સ.ની ૨ જી-૩ જી સદીનાં છે. આ સમય વે`ગી શૈલીના સુવર્ણ કાલ ગણાય છે. અલ્લુરુ અને ગુમડીડુર્રનાં શિલ્પો પણ આ જ કાલનાં છે. અલબત્ત, આ શિલ્પો વે...ગીશૈલીનાં પ્રેરણાકેન્દ્ર સમા અમરાવતીનાં શિલ્પા જેવાં ઉત્તમ કેોટિનાં નથી. ગાલ્લીનાં શિલ્પામાં શૈલીનાં વળતાં પાણી નજરે પડે છે. પાછળના સમયના પલ્લવ–ચાલુકયકાલનાં બાંધકામેા ૫૨ વે ગીશૈલીનાં શિલ્પાની ભારે અસર વરતાય છે. અમરાવતીના રૂપમાં શિલ્પાનાં બે સ્તર જોવા મળે છે. ઈસુની ૧ લી સદીમાં આ સ્તૂપ પર અંકિત થયેલ શિલ્પામાં જગ્ગયપેટના સ્તૂપ પરનાં શિલ્પાના જેવું ભારેપણું નજરે પડે છે. અલબત્ત, એમાંનું તક્ષણ વધુ ઘેરું–ઊંડું થયેલું છે. પણ ઈસુની ૨ જી સદીના બીજા અને ત્રીજા ચરણમાં આ રૂપનું પુનર્નિર્માણ થતાં એ વખતે થયેલાં શિલ્પામાં વેગીશૈલીની સર્વોત્કૃષ્ટતા દૃષ્ટિગેાચર થાય છે. એમાં પણ વેદિકાની બંને બાજુએ તથા સ્તૂપના આચ્છાદનમાં વપરાયેલ પથ્થરો પર ઉત્કૃષ્ટ સ્વરૂપનાં અનેકવિધ માનુષ–આકૃતિઓ અને અલંકરણા અંકિત થયેલાં છે. સાતવાહનેાના સમયમાં દક્ષિણ ભારત દરિયાઈ વેપારની સમૃદ્ધિના કારણે જાહેજિલાલીમાં હતું. તેને પડઘો અહીં પડેલા દેખાય છે. ભારતીય શિલ્પશૈલી એના વિશુદ્ધતમ સ્વરૂપ અને સત્ત્વ સાથે અહીં નિરૂપિત થયેલી જોવા મળે છે. આ શૈલીનાં કલાત્મક અને ભવ્ય શિલ્પામાં આજુબાજુનાં સ્થાપત્યકીય સ્વરૂપે અને દૃશ્યો કરતાં માનવ આકૃતિને પ્રાધાન્ય અપાયુ છે. અહીં માનવ સર્વ પ્રવૃત્તિના કેન્દ્રમાં છે. એક પછી એક સેંકડો દૃશ્યા રજૂ કરતાં શિલ્પોમાં સર્વત્ર મનુષ્ય જ જુદી જુદી ભાવભ ગીઓમાં, હલનચલનમાં, બેઠેલા, ઊભા, વાંકાવળેલા, સૂતેલા, નાચતા, કૂદતા, કર્તવ્યલીન સ્થિતિમાં, લાંબા, પાતળા, ઊંચા,
SR No.023332
Book TitleBharatiya Prachin Shilpkala
Original Sutra AuthorN/A
AuthorPravinchandra C Parikh
PublisherUniversity Granthnirman Board
Publication Year1978
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy