SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ પ: અનુવકાલીન શિલ્પકલા મથુરામાં મુખ્ય ત્રણ ધર્મો ઉપરાંત આ સમયે અનેક નાના મોટા લોકસંપ્રદાયો પ્રચલિત હતા. એમાં યક્ષમ અને નાગમતનું વિશેષ સ્થાન હતું. આ કાલમાં વાલિયર પાસે બેસનગર અને પવાયામાંથી અને બિહારમાં પટણામાંથી મથુરા શૈલી ઘડાયેલી યક્ષ-પ્રતિમાઓ મળી છે. પાયાને મણિભદ્ર યક્ષ તેના પૂર્વવતી પારખમના યક્ષ(આકૃતિ ૧૩) કરતાં કલાની બાબતમાં ચડિયાતો છે. એ મૂર્તિ સુડોળ અને સપ્રમાણ દેહસૌષ્ઠવવાળી છે. મૂર્તિમાં જોવા મળતી થોડી સ્થૂળતા તત્કાલીન શિલ્પ શૈલીના લક્ષણરૂપ છે. પટણાના યક્ષની મૂર્તિ સાંચીના તોરણવાળા યક્ષની મૂર્તિને મળતી આવે છે. વસ્તુત: આ મથુરાકલામાં યક્ષપૂજા કુબેર સાથે એકાકાર બની. બાકસ અને ડાયોનિસસની ગ્રીકમાં પૂજા થતી હતી. મથુરામાં બાકસનું સ્થાન કુબેરે લઈ લીધું. મથુરામાંથી બાકસના સ્વરૂપના પ્રભાવવાળી, લંબોદર, સુખાસન પર બેઠેલ, પ્રસન્નવદન એક હાથમાં મધુપાત્ર અને બીજા હાથમાં નાણાંકોથળી લીધેલ કુબેરનાં શિલ્પા મળે છે. આવી કુબેર-મૂર્તિઓ મથુરાકલાની વિશિષ્ટ ભેટ છે. મથુરામાં પ્રચલિત બલરામપૂજા સાથે આ સમયે નાગદેવતાઓની માન્યતા ભળી ગઈ. નાગમૂર્તિઓની જેમ બળરામની કેટલીક મૂર્તિ એમાં લાંબી વનમાળા અને મસ્તક ફરતી સર્પ ફણા જોવા મળે છે. આવી મૂર્તિ કુકર ગામમાંથી મળેલી છે. બિન-સાંપ્રદાયિક શિલ્પો પ્રાચીન ભારતમાં “દેવકુલ' સ્થાપવાની પરંપરા હોવાનું ભાસના “પ્રતિમા નાટક પરથી જાણવા મળે છે. પ્રત્યેક રાજા પોતાના મૃત પૂર્વજોનાં બાવલાં આ દેવકુલમાં સ્થાપતો. શિશુનાગ દેવકુલમાં સ્થાપવા માટેનાં શિશુનાગવંશના રાજાઓનાં બાવલાં મથુરામાં બન્યાં હતાં. કુષાણ રાજાઓનાં પૂતળાં પણ મથુરામાં બન્યાં, એમાં વેમ કદફીસ અને કનિષ્કનાં પૂતળાં તેમની વિશિષ્ટ વેશભૂષાને લઈને જુદાં તરી આવે છે. વળી પશ્ચિમી ક્ષત્રપ રાજા ચાટનનું પૂતળું પણ મળી આવ્યું છે. આ ત્રણે યુ પૂતળાંઓનાં મસ્તક તૂટી ગયાં છે. વેદિકા-સ્તંભ પરનાં નારી-શિક * મથુરાના જૈન અને બૌદ્ધ સ્તૂપોના અવશેષોમાં વેદિકા-ખંભનું શિલ્પની દૃષ્ટિ મહત્ત્વપૂર્ણ સ્થાન છે. “શયપણેણીય સુ”, “લલિતવિસ્તર”, “દિવ્યાવદાન” વગેરે ગ્રંથમાં સ્તૂપના અન્ય ભાગો ઉપરાંત પદ્મવર વેદિકા અને તેના પર બનેલી સૌંદર્ય પુલિકાઓ (શાલભંજિકાઓ)નું વિસ્તૃત વિવરણ મળે છે. “કંકાલી ટીલા", ભૂતેશ્વર વગેરે સ્થાનોએથી લગભગ ૧૫૦ જેટલા વેદિકા સ્તંભ મળેલા છે. એમાંના ભા. પ્રા. શિ. ૭
SR No.023332
Book TitleBharatiya Prachin Shilpkala
Original Sutra AuthorN/A
AuthorPravinchandra C Parikh
PublisherUniversity Granthnirman Board
Publication Year1978
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy