SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ ક ભારતીય પ્રાણીને શિક્ષા વાસુદેવનાં મંદિરો હતાં. ભાગવત હેલિયોદોરે વાસુદેવભકિતથી પ્રેરાઈને વિદિશામાં ગુરૂડસ્તંભ સ્થાપ્યો હતો. પુરાતત્ત્વની દૃષ્ટિએ ઈ.સ.ની પહેલી શતાબ્દીથી એટલે કે લગભગ કુષાણકાળના પ્રારંભથી બ્રાહ્મણ ધર્મ સંબંધી મુખ્ય દેવદેવીઓ બ્રહ્મા, વિષ્ણુ, કૃષ્ણ, બલરામ, શિવ, અર્ધનારીશ્વર, શિવ-પાર્વતી, કાર્તિકેય, ગણપતિ, સૂર્ય, ઇન્દ્ર, કામદેવ, કુબેર, ગરૂડ, Uગ-નાગણ, સરસ્વતી, લક્ષ્મી, સિંહવાહિની દુર્ગા, મહિષાસુરમર્દિની, સપ્તમાતૃકા વગેરેની મૂર્તિઓ બનવા લાગી હતી. ઉપર્યુંકત કુષાણકાલની મૂર્તિ પ્રાથમિક અવસ્થાની છે. પરિણામે વિષણુ, ઇન્દ્ર, કાર્તિકેય, બલરામ વગેરેની મૂર્તિઓના ઘાટ બહુધા બધિસોને મળતા છે. ત્યારબાદ ધીમે ધીમે પ્રત્યેક મૂર્તિએ પોતાનું સ્વતંત્ર સ્વરૂપ પ્રાપ્ત કરવા માંડયું ને લગભગ ત્રણસો વર્ષના સમય દરમ્યાન મૂર્તિઓ વચ્ચેના - પારસ્પરિક રૂપભેદ સ્પષ્ટ સ્વરૂપે વ્યકત થવા માંડયા. ગુપ્તકાલમાં તેમણે પૂર્ણ રૂપક્ષમતા પ્રાપ્ત કરી અને એમ વૈવિધ્ય વધ્યું. હરિહર, ત્રિવિકમ, નૃસિંહ, વરાહ, શિવલિંગ, પિંગલ, દંડ, નવગ્રહ, ગંગા, યમુના વગેરેનાં શિલ્પ આવિર્ભાવ પામ્યાં. આ પૈકી કેટલાક દેવતાઓનાં મૂર્તિશિલ્પ વિશેષ ઉલ્લેખનીય છે. મથુરા સંગ્રહાલયમાં બ્રહ્માની કુષાણકાલીન પ્રતિમા સુરક્ષિત છે. ચતુર્મુખ - બ્રહ્માને મસ્તક પર મોટો જટાજૂટ, પેટ સુધી પહોંચતી લાંબી દાઢી અને ગણપતિ જેવું મોટું ઉદર છે. દેવના પાછળના ભાગમાં અશોકવૃક્ષ અને એનાં પર્ણો અંકિત . થયાં છે. મથુરામાંથી આ ઉપરાંત ત્રિમુખ-બ્રહ્માની મૂર્તિઓ પણ મળી છે. મથુરા ભાગવત સંપ્રદાયનું મુખ્ય કેન્દ્ર હોવાથી એમાં વિષ્ણુ અને વાસુદેવની પ્રતિમાઓને વિશિષ્ટ સ્થાન પ્રાપ્ત થયું છે. કુષાણકાલમાં અહીં તૈયાર થયેલી વિષ્ણુપ્રતિમાઓમાં મસ્તક પર મુકુટ દેહપર આભૂષણ અને નીચે ધોતી પહેરેલ જોવા મળે : છે. ચતુર્ભુજ વિષ્ણુના હાથમાં અનુક્રમે અભયમુદ્રા ગદા, ચક્ર અને અમૃતકુંભ ધારણ થયાં છે. અમૃતકુંભવાળો હાથ કટયવલંબિત છે. વિષણુની અષ્ટભુજાવાળી પ્રતિમાઓ પણ મળી છે. કેટલીક પ્રતિમાઓમાં ચતુર્ભુજ વિષ્ણુની ડાબી બાજુએ લક્ષ્મી અને બંનેની વચ્ચે નાના કદમાં ગરુડનું અંકન કરેલું છે. મથુરામાંથી શેષશાયી વિષ્ણુની સુંદર અને ભાવવાહી પ્રતિમા મળી આવી છે. સમુદ્રમાં શેષનાગની શૈયા કરીને સૂતેલા વિષષ્ણુની નાભિમાંથી કમળ પ્રગટેલું બતાવ્યું છે. કુષાણકાલમાં કૃષ્ણ વિાસુદેવની જીવનલીલાના પ્રસંગે લોકપ્રિય બન્યા હોવાનું જણાય છે. મથુરામાંથી કૃષ્ણ-લીલાનું આલેખન કરેલા કેટલાક શિલ્પપટ્ટો મળ્યા છે એ પૈકીના એકમાં નવજાત શ્રીકૃષ્ણને વસુદેવ પોતાના મસ્તક પર ટોપલામાં રાખીને યમુના નદી પાર
SR No.023332
Book TitleBharatiya Prachin Shilpkala
Original Sutra AuthorN/A
AuthorPravinchandra C Parikh
PublisherUniversity Granthnirman Board
Publication Year1978
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy