SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ ૧. પ્રાસ્તાવિક ૧), શિલ્પકલા એટલે શુ ? લલિતકલાના કુલમાં એનું સ્થાન ભારતમાં ‘sculpture” ના પર્યાય તરીકે “શિલ્પ” શબ્દ પ્રયાજવામાં આવે છે.. પણ પ્રાચીનકાલમાં એ વિવિધ અર્થમાં પ્રયોજાતા હતા. “શિલ્પ” શબ્દ વેદામાં વપરાય છે. ત્યાં એના અર્થે ‘“વિવિધતાવાળુ” થાય છે. પાછલા સમયમાં એ શબ્દ “રૂપ” અને “રૂપ ઘડવાની ક્રિયા” કે “કલા”ના અર્થમાં પ્રચારમાં આવ્યા હાવાનું જણાય છે. સાયણાચાર્યે કહ્યુ' છે : ‘શિવ રાષ્વશ્રાશ્ચર્યાં વર્મ દૂતે । (સાયનાચાર્ય-માધ્ય, પૃ. ૭૬૪). એટલે કે “શિલ્પ” શબ્દ આશ્ચર્યકર કમ સૂચવે છે. ‘ઐતરેય બ્રાહ્મણ’ (૬,૫,૨૭)માં એ શબ્દ મૂર્તિ, દણ, વસ્ત્ર, ઘરેણાં અને રથાદિ ઘાટની કલાએ! માટે પ્રયોજાયો છે. ‘કૌશીતિક બ્રાહ્મણ' (૨૧, v)માં શિલ્પને ત્રણ પ્રકારનું કહી તેમાં નૃત્ય, ગીત અને વાદનને ગણાવ્યાં છે. ‘તૈત્તિરીય બ્રાહ્મણ’ (૬, ૫, ૨૭)માં કલાત્મક રચનાઓ ઉપરાંત હસ્તકલાના ઉદ્યોગોને પણ સ્થાન આપ્યું છે. આમ વૈદિક સાહિત્યમાં “શિલ્પ” શબ્દ ઘાટની તેમજ સ્વર તથા ગતિની કલાઓ માટે વપરાયા છે. ટૂંકમાં પ્રાચીનકાલથી શિલ્પ શબ્દ બધી કલાઓ માટે વપરાતા હેાવાનું જણાય છે. આ પરંપરા પ્રશિષ્ટ સાહિત્યમાં પણ ચાલુ રહી છે. કાલિદાસના ‘માલ-વિકાગ્નિમિત્ર' નાટકના ટીકાકાર કાટયલેમ “શિવં તાવિદ્યા” (ગ્ ?, શ્લા ૬), શિલ્પ એટલે કલાની વિદ્યા એમ સમજાવે છે. ‘અમર કોશ’ પણ “શિરૂં કર્માવિમ્ ’’-કલા વગેરેનું ક (ક્રિયા) તે શિલ્પ એવો અર્થ ઘટાવે છે. એના ટીકા-કાર મહેશ્વર કલામાં ગીતનૃત્યાદિ ક્રિયાઓ ગણાવે છે. હેમચંદ્ર તેા “શિવં લા-વિજ્ઞાન”. (મમિયાન ચિંતામTMિ, ૩, ૫૬૪) કહૌ શિલ્પમાં કલા અને વિજ્ઞાન બંનેને સામાન્ય અર્થ સૂચવે છે. આમ શિલ્પ શબ્દ કોઈ પણ કલા કે કારીગરી માટે વપરાય છે, જે ઘાટ આપવાની કલાના મના ઘોતક બની રહે છે. શિલ્પમાં ઘાટ આપવાની. કલાના મબોધ તો છે જ છતાં એની કેટલીક વિશેષતાઓના કારણે તે શિલ્પકલા બની રહે છે. સર સિડનો કોલ્વિને ‘Encyclopedia of Arts' (pp.839–40)માં આપેલી ‘Sculpture’ની વ્યાખ્યા અનુસાર “શિલ્પ એ ઘાટ આપનારી કલા છે, જેનું કામ ઘનરૂપમાં કુદરતી પદાર્થો અને મુખ્યત્વે માનવ શરીરની અનુકૃતિથી ભાવ વ્યકત ભા. પ્રા. શિ. ૧
SR No.023332
Book TitleBharatiya Prachin Shilpkala
Original Sutra AuthorN/A
AuthorPravinchandra C Parikh
PublisherUniversity Granthnirman Board
Publication Year1978
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy