SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ પરંતુ કહેવત છે કે ““ટીપે ટીપે સરોવર ભરાય” તે રીતે એકાગ્રતાથી નિદિધ્યાસન કરતાં એક એક દંડકના લગભગ ૧૨૫ જેટલા પ્રશ્નો અને ઉત્તરો તૈયાર થઈ શક્યા છે. તેથી ઘણી જ પ્રસન્નતા અનુભવું છું. ગુરુકૃપાના બળથી અનવરત અજગ્ન ધારા વરસતા એ મેહુલાથી ભીગી-ભીગી બનેલી હૈયા ધરતી ઉપકૃત બની, ઋણ રજૂ કરતા મન પુકારી ઉઠે છે કે હે શ્રદ્ધાલોકના દેવતા પ.પૂ. આચાર્ય ગુરુદેવશ્રી છોટાલાલજી સ્વામી ? અનંત આસ્થાધામ ! પ્રવર્તિની પૂ. ગુરણીમૈયા મણીબાઈ સ્વામી તથા જેમના ગુણદર્શનથી રોમ-રોમ રાજી થાય છે એવા પ.પૂ. ગુરુણીમૈયા જયાબાઈ સ્વામી! અગર આપકી કૃપા ન હોત તો મેં ઈસ મુકામ તક ન પહુંચ પાતી ! કેમકે મારામાં કંઈ શક્તિ કે તાકાત નથી અને આવું કઠિન કામ, અઘરી યાત્રા, અણખુંદી ધરતી પર પગલાં... એકલાનું કામ થોડું હોય ? મારી સાથીદાર, શિષ્યા ચાંદનીબાઈ મ.સ. જેમણે સહર્ષ સહયોગ આપ્યો, એમનો આભાર, ઉપકાર અંતરમાં અંકિત છે. તેમનો અવિરત સાથ મળ્યો છે. અગાઉ તમામ મારા આલેખાયેલા તત્વજ્ઞાનના પુસ્તકોને તમે હૈયાના હેતે વધાવ્યા, વાંચ્યા, વિચાર્યા અને ગમતા કર્યા અને પરીક્ષાઓના માધ્યમે જબ્બર પ્રતિભાવ આપી આપની ઉદારતાનો પરિચય કરાવ્યો છે. સંઘરત્ન, શાસનરત્ન, એવોર્ડ પ્રાપ્ત કરનાર ઘનશ્યામનગર શ્રી સંઘના પ્રમુખપદને શોભાવનાર શ્રી મનસુખભાઈ જે. શાહ (C.A.) કે જેઓ સતત સંપર્કમાં રહી, કામ કેટલે પહોંચ્યું? કેવી રીતે થાય છે ! વગેરે કાળજી ઉપરાંત પ્રસંગનું સંપૂર્ણ કાર્ય સંભાળ્યું અનેક કાર્યોમાં બિઝી રહેવા છતાં ઉત્સાહથી કાર્યને અવિરત કરતા રહ્યા છે તેમનો અંતરથી આભાર માનું છું. ઘનશ્યાનગરના ભક્તિ ભીના સંઘે આ પુસ્તક બહાર પાડવાની ભવ્ય ભાવના પેશ કરી. શુભેચ્છાના ભાવ વ્યક્ત કર્યા, પુસ્તક પ્રકાશનનો અમૂલ્ય લાભ ઉઠાવ્યો તેવા ઘનશ્યાનગર સંઘનો અંતઃકરણપૂર્વક આભાર માનું છું. | દિલની દિલેરી દર્શાવતા સર્વ ડોનર દાતાઓએ ઉત્સાહભેર ડોનેશન આપ્યું છે. પૂર્ણ સુંદર સેવા બદલ સર્વે દાતાઓનો અંતરના ભાવથી આભાર માનું છું.
SR No.023330
Book TitleNitnit Prashnottari Agam Gyan Gangotri
Original Sutra AuthorN/A
AuthorNitabai Swami
PublisherMansukhbhai J Medani
Publication Year2006
Total Pages518
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy