SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ શાકત સંપ્રદાય અને અન્ય હિંદુ દેની આરાધના (૧) નાથભવાનઃ આ કવિ સૌરાષ્ટ્રના ઝાલાવાડ પ્રાંતના ઘોડાદર ગામના હેવાથી તેમની અટક ઘોડા હતી. તેઓ વડનગર બ્રાહ્મણ હતા. તેમની કુળદેવીનું નામ આનંદશ્વરી હતું. તે શક્તિના પરમ ઉપાસક હતા. તેમનું સૌપ્રથમ કાવ્ય “અંબા આનન” નામનો ગરબો હતા. આમાં દેવીના સૂક્ષ્મ સ્વરૂપનું વર્ણન કરવામાં આવ્યું છે. આજે પણ નાગરજ્ઞાતીમાં આ ગરબે પ્રેમથી ગવાય છે. આ ઉપરાંત કવિએ શ્રીધરી ગીતા, બ્રહ્મગીતા વગેરેનું ભાષાંતર કર્યું છે. ઉત્તરાવસ્થામાં તેમણે સન્યસ્ત ધારણ કર્યું હતું. ભક્તવલભધોળા: દેવીશક્તિના પરમ ઉપાસક શ્રી વલ્લભધાળાને જન્મ ઈ. સ. ૧૫૮૪માં અમદાવાદમાં થયે હતો. તેમના પિતાનું નામ હરિભજી હતું. તેઓ ગૌત્તમ ગોત્રના બ્રાહ્મણ હતા. તેઓ અમદાવાદમાં હાલમાં નવાપરાના બહુચરાજી નામે ઓળખાતા વિસ્તારમાં રહેતા હતા. તેમની માતાનું નામ ફુલહરિ અને ભાઈનું નામ ધોળા હતું. બંને જોડકા પુત્ર હોવાથી વલ્લભધોળા તરીકે ઓળખાતા. અનુશ્રુતિ પ્રમાણે જાણવા મળે છે કે “પાંચમા વર્ષે તેમને મંત્રસિદ્ધિ થઈ હતી અને શીઘ કવિ બન્યા હતા. વલ્લભ ભટ્ટે અનેક ગરબાઓ રચ્યા છે. આ કવિને મન દેવી સ્વરૂપની ભાવના સ્થળ નહિ પણ સૂક્ષ્મ સ્વરૂપની હતી. દેવીભક્તિના કાવ્યો રચનાર ગુજરાતી કવિઓમાં તે સર્વોત્તમ છે. વલ્લભ ભટ્ટના અનેક ગરબાએમાં “આનંદનો ગરબો” શક્તિના સત્ય રહસ્યને સમજાવનાર છે. એ ગરબાની પ્રત્યેક પંક્તિમાં ભક્તિને શુદ્ધ આવેશ વર્તાય છે. મી મહારાજ (ઈ. સ. ૧૭૩૮-૧૯૯૮): | ગુજરાતના શાકત સંપ્રદાયના તત્વચિંતક કવિઓમાં મીઠું, મહારાજનું કાર્ય નોંધપાત્ર છે. એમણે સંસ્કૃત અને ગુજરાતીમાં અનેક રચનાઓ કરી છે. શંકરાચાર્યકૃત દેવીસ્ત્રોત, સૌન્દર્ય લહરી અથવા શ્રીલહરીને તેમણે શિખરણી છંદમાં ઉત્તમ અનુવાદ કર્યો છે. આ કવિએ આ ઉપરાંત રસિકવૃત્તિવિનોદ, હંસવિલાસ શક્તિવિલાસલહરી, શ્રીરસ, ભક્તિ તરંગિણી, સ્ત્રી તત્તમ વગેરે કૃતિઓ રચી છે. આ કવિઓ ઉપરાંત બાઈજની, કવિ બાલ વગેરેએ દેવી સ્તુતિનાં કાવ્યો રચ્યાં છે. તેમણે પોતાનાં કાવ્યમાં દેવી મહિમા ગાઈ ગુજરાતમાં શાકત સંપ્રદાયને વિકસાવવામાં મહત્વનો ફાળો આપે છે. - - ગુ. ૬
SR No.023328
Book TitleGujaratna Dharm Sampraday
Original Sutra AuthorN/A
AuthorNavinchandra A Acharya
PublisherUniversity Granth Nirman Board
Publication Year1983
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy