SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતના ધમર સંપ્રદાય પૂર્ણિમાએ મેળો ભરાય છે. અહીં માતાને પૂજાને પહેલે હકક નગર બ્રાહ્મણોને હેવાનું મનાય છે. અહીંનું મંદિર આરસનું છે. તેનું ગર્ભગૃહ વિશાળ છે. તેને બાહ્ય આકાર ગઢ જેવો છે. દરવાજાની આગળ ખુલો ચોક છે તેને “ચાચર ચોક કહે છે. ગર્ભગૃહમાં માતાજીને ગેખ છે. તેમાં વસો યંત્ર આવેલ છે. અહીં માતાજીને શૃંગાર એવી રીતે કરવામાં આવે છે કે એમાં એમની પ્રતિમાને ભાસ થાય. ચક્રની પાછળ કાળા પથ્થરની એક પ્રતિમા પણ છે. મંદિરના સ્તંભે ઉપર ૧૫મી ૧૯મી સદીના લેખે કોતરેલા છે. અહીં સાંજના ભવ્ય આરતી થાય છે. મંદિરની સામે “ગમ્બર” નામે ઓળખાતા પર્વત ઉપર માતાજીનું પ્રાચીન સ્થાન હોવાની માન્યતા છે. અહીં પ્રથમ આરતી અને દીવો થાય ત્યાર પછી આ મંદિરમાં આરતી થાય છે. મંદિરની બહાર યાત્રાળુઓને ઊતરવા માટે ધર્મશાળાઓ આવેલી છે. મંદિર તરફથી વેદના અભ્યાસ માટે એક ઉત્તમ પાઠશાળા ચાલે છે. અહીં માનસરોવર નામે ઓળખાતો એક કુંડ છે. હાલમાં આ સ્થળ ગુજરાતનાં અનેક નગરો સાથે બસવ્યવહારથી જોડાયેલ છે. દા.ત, અમદાવાદ, નડિયાદ, ખંભાત, આણંદ, દાહોદ, વડોદરા, ડાકેર, રાજકેટ, સૂરત વગેરે.. પાવાગઢ પરનું કાલિકામાતાનું મંદિર : આ મંદિર ગુજરાતમાં પંચમહાલ જિલ્લામાં આવેલા પાવાગઢ પર્વતની ટચ ઉપર આવેલું છે. મંદિર ઉપર જવા માટે ટોચની ઉપરના ભાગે પગથિયાં છે. તેની પાસે દુધિયા તળાવના નામે ઓળખાતું એક નાનકડું તળાવ છે. મંદિરની બાંધણું નાની અને સાદી છે. ગર્ભગૃહમાં ડાબી બાજુએ મહાકાળીની મૂર્તિ અને જમણી બાજુએ બહુચર માતાજીનું મંદિર-યંત્ર છે. વચમાં કાલિકામાતાની મૂર્તિને મુખ્ય ભાગ છે. રંગમંડપ ઉપર ઘૂમટ છે. આ એક પ્રાચીન મંદિર છે. અનથતિ પ્રમાણે જાણવા મળે છે કે આ પર્વતની કુદરતી આકૃતિ કાલિકાના યંત્ર જેવી છે. સ્કંદપુરાણમાં પાવકાચલ માહાસ્ય નામનું પ્રકરણ છે. તેમાં વિશ્વામિત્રે અહીં પ્રકૃતિ દેવીની આરાધના કર્યાનું વર્ણન આપેલ છે. આના માટે કેઈ અતિહાસિક પ્રમાણ મળતું નથી. મુસ્લિમ સમયમાં ગુજરાતના બાદશાહ મહમૂદ બેગડાએ ચાંપાનેરમાં હુમલો કરી અહીંના રાજા પતાઈ રાવળને હરાવ્યા હતા. આ વખતે મુસલમાનેએ આ સ્થાનને ઘણું નુકસાન કર્યું હતું. આજે પણ તેની સ્મૃતિરૂપે મંદિરની બાજુમાં પીરની દરગાહ આવેલી છે.
SR No.023328
Book TitleGujaratna Dharm Sampraday
Original Sutra AuthorN/A
AuthorNavinchandra A Acharya
PublisherUniversity Granth Nirman Board
Publication Year1983
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy