SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતના ધમ સંપ્રદાય રવેચી માતાના ઉલ્લેખ છે. ધીણેજનું વાઘેશ્વરી માતાનું મંદિર તેરમી સદીનું હેવાનું મનાય છે. ઉપરના સર્વ ઉલેખ પરથી સ્પષ્ટ થાય છે કે સેલંકીકાળ દરમિયાન અંબિકા, સરસ્વતી, ચંડિકા, મહાકાલી, વગેરે દેવીઓની પૂજા પ્રચલિત હતી. અંબિકા જેનેની આરાધ્ય દેવી મનાતી હતી. અનેક જૈનમંદિરમાંથી અંબિકાની પ્રતિમા મળી આવેલ છે. સલતનતકાલ દરમિયાન ગુજરાતમાં ઈસ્લામને પ્રસાર વધતાં અનેક હિંદુ દેવળીને નાશ થયો. તેના પરિણામે વિવિધ ધર્મસંપ્રદાયને પ્રચાર સ્થગિત થઈ ગયે. આમ છતાં શાક્ત સંપ્રદાય પ્રાચીનકાળથી ચાલ્યા આવતા સ્વરૂપે સમાજમાં ટકી રહ્યો. આ સમયે ગુજરાતમાં અંબા, કાલી અને બાલાનાં શક્તિપીઠ ઉપરાંત બીજાં નાનાંમેટાં દેવી મંદિરે ગુજરાતમાં અસ્તિત્વમાં હતાં. સતનતકાલના અભિલેખમાં આવાં મંદિરના ઉલ્લેખો મળે છે. ઘણું અભિલેખમાં આરંભમાં માતાની સ્તુતિ કરેલી જોવા મળે છે. માણસાની વાવમાંથી મળેલ વિ. સં. ૧૫૮૨ના લેખમાં વરૂણ, વિશ્વકર્મા અને પરાશક્તિનું સ્તવન કરેલું છે. આ સમયે અંબિકા, શારદા, કાલિકા વગેરેનાં મંદિરે બંધાયાં હોવાનું અભિલેખો પરથી જણાય છે. સલ્તનતકાલના અભિલેખોમાં આરાસુરનું અંબિકા પીઠ, કાલાવડનાં શીતળામાતા, હળવદની ભવાની માતા અને વાંકાનેરનાં મહાલક્ષ્મીનાં મંદિરને ઉલ્લેખ જોવા મળે છે. મુઘલકાલમાં શક્તિપૂજા એ ઘર ઘરની પૂજા બની ગઈ હતી. દરેક કુટુંબ, જ્ઞાતિ, ગ્રામ વગેરેને પોતાની સ્વતંત્ર કુળદેવી હતી. દરેક શુભકાર્ય વખતે કુળદેવીની પૂજા કરવાની પ્રથા સામાન્ય બની હતી. ડભોઈના કિલ્લા ઉપરનું કાલિકાનું મંદિર મુઘલકાલ દરમ્યાન બંધાયું હોવાનું તે સમયના ત્યાંથી મળેલા લેખ ઉપરથી જણાય છે. વર્તમાન સમયમાં પણ ગુજરાતમાં દેવીપૂજા પ્રાચીનકાળથી ચાલ્યા આવતા સ્વરૂપે પ્રચલિત છે. ઘણા લેકે નવરાત્રીને માતાના દિવસ તરીકે ખૂબ ધામધૂમથી ઊજવે છે. ઘણા માતાની આઠમને દિવસે હેમહવન કરે છે. શીતળા પૂજા ગામડામાં ઠેરઠેર પ્રચલિત છે. ઘણાં ગામમાં શીતળાનાં મંદિરે આવેલાં છે. ઘણી જ્ઞાતિઓમાં સીમંતોન્નયન સંસ્કાર વખતે કુળદેવીની પૂજા કરવાની અને તેને રમતાં રમતાં તેના સ્થાનકે મૂકી આવવાની પ્રથા છે. મોઢેરામાં આવેલ માતંગી માતા ગુજરાતની મોઢ જ્ઞાતિની કુળદેવી ગણાય છે. વાયડા વણિકે અને બ્રાહ્મણોની.
SR No.023328
Book TitleGujaratna Dharm Sampraday
Original Sutra AuthorN/A
AuthorNavinchandra A Acharya
PublisherUniversity Granth Nirman Board
Publication Year1983
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy