SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતના ધર્મ સંપ્રદાય છે. જમણા ઉપલા હાથમાં ગદા, નીચલે હાથ અભયમુદ્રામાં પદ્મ સાથે, ડાબા ઉપલા હાથમાં ચક્ર અને ડાબા નીચલા હાથમાં શંખ જેવામાં આવે છે. આ પ્રતિમા વિશે લોકોમાં કેટલીક દંતકથાઓ પ્રચલિત છે. એક અનુશ્રુતિ અનુસાર જાણવા મળે છે કે “એક વખત શામળાજી ઉપર મુસલમાનોનું આક્રમણ થવાની અફવા ફેલાતાં એક ભકતે કેટલીક પ્રતિમાઓને તળાવમાં સંતાડી દીધી. થોડાક સમય બાદ તપાસ કરતાં એ પ્રતિમાઓ જડી નહીં. વાત વિસારે પડી. કેટલાક વખત બાદ તળાવની બાજુની જમીન ખેડતાં એક ભીલના હળ સાથે કંઈક અથડાયું. ભલે ઊંડું ખોદતાં પ્રતિમાઓ હાથ લાગી, સર્વ પ્રતિમાઓને બહાર કાઢીને પલાશના વૃક્ષ નીચે મૂકવામાં આવી. તેની આસપાસ એક ઇંટેરી મંદિર બંધાવ્યું. સમય જતાં ત્યાં પથ્થરનું મંદિર બંધાયું.” બીજી એક અનુશ્રુતિ પ્રમાણે જાણવા મળે છે કે એક વખત આ ભીલને ત્યાં પ્રતિમાઓ મળ્યા બાદ એક વણિક પિતાનું લેણું વસૂલ કરવા ગયે. વણિક ખેતરનું અનાજ તેલ ગયે પણ અનાજનો ઢગલો ઓછો થાય જ નહિ. વણિકે આનું કારણ ન સમજાતાં તપાસ કરી તે જાણવા મળ્યું કે આ પેલી પ્રતિમા એને પ્રતાપ છે. વણિકે પોતાનું સર્વ લેણું જતું કર્યું અને ત્યાં શામળિયાનું એક મંદિર બંધાવ્યું.” ત્રીજી એક અનુશ્રુતી અનુસાર જાણવા મળે છે કે મુખ્ય મંદિરમાં પ્રતિમાઓ પધરાવતી વખતે એક પ્રશ્ન ઉપસ્થિત થશે કે આ બે મૂર્તિઓમાંથી અસલ મૂર્તિ કઈ ? પૂજારી અને રાજવી બંને અકળાયા. તે રાત્રે રાજવીને સ્વપ્ન આવ્યું કે “જે મૂર્તિમાંથી ગોપાલ સંભળાય તેને અસલ માનવી.” આથી રાજાએ બીજા દિવસે પ્રતિમાઓ તપાસી, અંતે ભીલની પાસેથી મળેલી પ્રતિમાના મુખમાંથી ગોપાલ શબ્દ સંભળાતાં તેને મંદિરમાં પધરાવી. આ સર્વ ઉપરથી એટલું ફલિત થાય છે કે પ્રાચીનકાળમાં મુસલમાનના આક્રમણ સમયે પ્રતિમાઓને ખંડિત થવાના ભયથી સંતાડી દેવામાં આવી હશે. સમય જતાં વાત ભુલાઈ ગઈ હશે. પાછળથી પ્રતિમાઓ જડતાં તેને પધરાવી હશે. હાલમાં આ પ્રતિમાની શામળાજીમાં વિશિષ્ટ રીતે પુષ્ટિ સંપ્રદાય અનુસાર પૂજા થાય છે. પૂજાને અધિકાર મોડાસાના ઉદુમ્બર બ્રાહ્મણ શ્રી શિવપ્રસાદ શામળદાસ રણું ધરાવે છે. દેવગદાધર' ઉદુમ્બર બ્રાહ્મણોના ઈષ્ટદેવ મનાય છે. વિશ્વરૂપ (શામળાજી) : વિષણુની વીસ હાથ ધરાવતી પ્રતિમાને વિશ્વરૂપ વિષ્ણુ તરીકે ઓળખવામાં આવે છે. આ વિશ્વરૂપની એક પ્રતિમા શામળાજીમાં મેશ્વો નદીના કિનારે આવેલ
SR No.023328
Book TitleGujaratna Dharm Sampraday
Original Sutra AuthorN/A
AuthorNavinchandra A Acharya
PublisherUniversity Granth Nirman Board
Publication Year1983
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy