SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ ૌeણવ સંપ્રદાય પ૯ ગઢડા : સૌરાષ્ટ્રમાં ભાવનગર જિલ્લામાં આવેલું ગઢડા સ્વામિનારાયણ સંપ્રદાયનું બીજુ નેધપાત્ર તીર્થધામ છે. અહીં દાદા ખેચરને જે દરબારમાં બેસીને મહારાજે ઉપદેશ કરેલ તે આખો દરબાર ખાચરે દાનમાં આપી દીધા. મહારાજે સંવત ૧૮૮૫ (ઈ. સ. ૧૮૨૯)માં ત્યાં ત્રણ શિખરનું વિશાળ મંદિર બંધાવ્યું. આ મંદિરનું બાંધકામ સ્વામી મહારાજની સીધી દેખરેખ હેઠળ અને જાતમહેનતથી થયેલું. વચલા મંદિરમાં ગોપીનાથ-હરિકૃષ્ણ મહારાજની પ્રતિમાઓ આવેલી છે. આ ઉપરાંત અહીં ધર્મ, ભક્તિ, વાસુદેવ, નારાયણ, સૂર્યનારાયણ તથા સહજાનંદ સ્વામીની પ્રતિમાઓ જુદા જુદા સ્થળે સ્થાપેલી જોવા મળે છે. બાજુમાં દાદા ખાચરનો દરબાર, જે લીમડા નીચે મહારાજે ઉપદેશ કરેલ તે લીમડાનું વૃક્ષ, સ્વામિ મહારાજની ઓરડી, ગંગાજળીયા નામે ઓળખાતા કૂ વગેરે આવેલ છે. મંદિરની ચોતરફ હવેલીઓ આવેલી છે. જ્યાં વિદ્યાર્થીઓ માટે સંસ્કૃત પાઠશાળા, ભોજનાલય, યાત્રાળુઓ માટેની રહેવાની વ્યવસ્થા વગેરે છે. બેચાસણઃ ખેડા જિલ્લાના આણંદ પાસે આવેલ બે ચાસણ ગામમાં સં. ૧૯૬૩ (ઈ. સ. ૧૯૦૭)માં એક વિશાળ મંદિર બંધાયું હતું. મંદિરને બે માળ અને પાંચ શિખરે છે. અહીં ગુણાતીતાનંદ સ્વામી તથા અક્ષર પુરૂષોત્તમ લક્ષ્મીનારાયણ હરિકૃષ્ણ મહારાજ વગેરેની સુંદર પ્રતિમાઓ આવેલ છે. મંદિરને ટાવરવાળો વિશાળ દરવાજે તથા સભામંડપ અને ફરતી હવેલીઓ છે, જ્યાં સત્સંગીઓ માટે કથાવાર્તા ચાલે છે. સારંગપુર : સૌરાષ્ટ્રના ભાવનગર પાસેના સારંગપુર ગામમાં દરબાર જીવા ખાચરની જમીન ઉપર સં. ૧૯૭૨ (ઈ.સ. ૧૯૧૬)માં બે માળ અને પાંચ શિખરવાળું, એક વિશાળ મંદિર બાંધવામાં આવ્યું. મંદિરમાં ગુણાતીતાનંદ, ગોપાળાનંદ, ગોપીનાથજી, હરિકૃષ્ણ મહારાજ, મૂળજી બ્રહ્મચારી, ધર્મદેવભક્તિ માતા, અયોધ્યાપ્રસાદ અને રઘુવીરજી નામના બે ભાઈઓ વગેરેની પ્રતિમાઓ આવેલી છે. ઘનશ્યામ મહારાજની કાષ્ટની પ્રતિમા તથા ચમત્કારી હનુમાનજીની પ્રતિમા એ આ સ્થળની વિશિષ્ટતા છે. અનેક યાત્રાળુઓ મંદિર અને હનુમાનજીના દર્શને દર
SR No.023328
Book TitleGujaratna Dharm Sampraday
Original Sutra AuthorN/A
AuthorNavinchandra A Acharya
PublisherUniversity Granth Nirman Board
Publication Year1983
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy