SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ વૈષ્ણવ સપ્રદાય સ્વામિનારાયણ સંપ્રદાયમાં કૃષ્ણ ભક્તિને સ્થાન સમાજમાં પ્રચલિત પુષ્ટિ સંપ્રદાયના વિકલ્પ બન્યા. આ સંહિતાથી પુષ્ટિ સંપ્રદાયમાં ઘણા સુધારા થયા. પ્રચલિત વૈષ્ણવ મહારાજોનાં પાખડા જાહેર થયાં. પરિણામે તેમને પેાતાના આચારવિચાર બદલવા પડયા. હોવાથી તે તત્કાલીન સંપ્રદાયની આચારપાખડા અટકી ગયાં. ૫૭ આ સંપ્રદાયે પે।તે વર્ણાશ્રમધર્મોમાં માનતા હોવા છતાં, સમગ્ર હિંદુ સમાજના નીચલા ગણાતા થર સુધી આચારશુદ્ધિના ફેલાવા કરવાનું મહાન કાર્ય કર્યું. પરિણામે ગઢડા અને તેની આસપાસના પ્રદેશમાં વસતા મુસ્લિમેા અને ખેાજા કુટુ ખેા તેનાથી પ્રભાવિત થઈ સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયી બન્યા. સૂરતમાં સ્વામિનારાયણ સ ંપ્રદાયની અસર કેટલાંક પારસી કુટુ ખેા ઉપર પણ થઈ હતી. આયી અમુક પારસી કુંટુબે! સ્વામિનારાયણ ધર્મ` પાળતાં થયાં હતાં. આમ, સ્વામિ નારાયણ સંપ્રદાયે પ્રાચીનકાલથી ચાલી આવતી માન્યતા પરધી હિંદુ થઈ શકે નહિ, તેને દૂર કરીને અનેક પરધર્મી ને પેાતાનામાં સમાવ્યા. આના પરિણામે અનેક હિંદુએ મુસલમાન બનતા અટકી ગયા. સ્વામિનારાયણ સંપ્રદાયનાં તીર્થા : ગુજરાતમાં સંપ્રદાયની દૃષ્ટિએ આ સંપ્રદાયમાં એ દેશ વિભાગ પડેલા છે. તેમાંનુ એકનુ કેન્દ્ર ઉત્તરમાં અમદાવાદમાં છે ને ખીજાનું દક્ષિણમાં વડતાલ છે. ખીજાં બધાં મંદિર આ બેમાંના એકના અધિક્ષેત્રમાં ગણાય છે. અમદાવાદ : સંવત ૧૮૭૮ (ઈ.સ. ૧૮૨૨)માં અમદાવાદમાં કાલુપુરમાં આ સંપ્રદાયનુ એક વિશાળ મ ંદિર બાંધવામાં આવ્યુ છે. આ મંદિર માટેની જમીન અંગ્રેજ સરકાર પાસેથી દાનમાં મળેલ હતી. તેની આસપાસ સ્વામિનારાયણ સંપ્રદાયના અનેક અનુયાયીએ રહે છે. મંદિરને એક મેટુિં અને બે નાનાં શિખર છે. મ ંદિરમાં નરનારાયણુદેવ, રાધાકૃષ્ણુ ધર્મ, (સહજાનંદ સ્વામિના પિતા), ભક્તિ (સહજાનંદ સ્વામિનાં માતા) અને હરિકૃષ્ણ (ધનસ્યામ ઉર્ફે સહજાનંદ સ્વામિ) વગેરેની પ્રતિમાઓ છે. અહીંની મુખ્ય પ્રતિમા નરનારાયણની છે. મંદિરની બાજુમાં આવેલા અક્ષરભુવનમાં મહારાજની પ્રતિમા અને તેમનાં સ્મરણચિહ્નો રૂપે નાની-મેટી વસ્તુએ સાચવી રાખવામાં આવેલી છે. આ મ ંદિરને સભામંડપ સુંદર રીતે લાકડામાં કાતરણી કરીને શણુગારેલે છે.
SR No.023328
Book TitleGujaratna Dharm Sampraday
Original Sutra AuthorN/A
AuthorNavinchandra A Acharya
PublisherUniversity Granth Nirman Board
Publication Year1983
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy